________________
| ૭૫૦ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
તેથી સાત નરકના પર્યાપ્તા + ૪૮ ભેદ તિર્યંચના + ૧૩૧ ભેદ મનુષ્યના અને + ૯૮ ભેદ દેવના (સર્વાર્થસિદ્ધના દેવને છોડીને) તે ૨૮૪ ભેદની ભવિક દ્રવ્ય દેવની આગત છે. નરદેવની આગત:- તે પ્રથમ નરક અને ૮૧ જાતિના દેવ(૯૯ જાતિના દેવમાંથી ૧૫ પરમાધામી અને ૩ કિલ્વીષીને છોડીને) તેમ ૮૨ ભેદની ચક્રવર્તીની આગત છે. મનુષ્ય કે તિર્યંચ ગતિમાંથી આવેલા જીવ ચક્રવર્તી કે તીર્થકર થઈ શકતા નથી.
ધર્મદેવની આગત :- ચારે ગતિના જીવ મરીને ધર્મદેવ બની શકે છે. ૧ થી ૫ નરક, તેઉવાઉના આઠ ભેદ છોડીને ૪૦ ભેદ તિર્યંચના, યુગલિકના ભેદ છોડીને ૧૩૧ ભેદ મનુષ્યના અને ૯૯ જાતિના દેવ, આ રીતે ૫ + ૪૦ + ૧૩૧ + ૯૯ = ૨૭૫ ભેદની આગત થાય છે. છઠ્ઠી નરકમાંથી નીકળીને આવેલા જીવ દીક્ષા લઈ શકતા નથી, તેમજ સાતમી નરક, તેલ, વાઉ અને યુગલિક મરીને મનુષ્યગતિને પ્રાપ્ત કરતા નથી. તેથી તેનો નિષેધ કર્યો છે. દેવાધિદેવની આગત:- નરક અને દેવ ગતિના જીવ મરીને દેવાધિદેવ(તીર્થકર) બની શકે છે. ૧ થી ૩ નરક અને ૩૫ ભેદ વૈમાનિકના આ રીતે તેની આગતિ ૩૮ ભેદની છે. ચોથી નરકમાંથી નીકળેલા જીવો કેવળી થઈ શકે છે પરંતુ તીર્થકર થઈ શકતા નથી. પાંચમી, છઠ્ઠી નરકમાંથી નીકળેલા જીવ મનુષ્ય થઈ શકે છે પણ કેવળી થઈ શકતા નથી, સાતમી નરકમાંથી નીકળેલા જીવ મનુષ્ય જ થઈ શકતા નથી. તેથી તેનો નિષેધ કર્યો છે. ભવનપતિ, વ્યંતર કે જ્યોતિષી દેવો પણ મરીને મનુષ્ય થઈ શકે છે દીક્ષા લઈ શકે છે. પરંતુ તીર્થંકર પદને પ્રાપ્ત કરી શકતા નથી, તેથી તે જીવોનો પણ નિષેધ કર્યો છે. ભાવદેવની આગતા-મનુષ્ય અને તિર્યંચગતિના જીવ મરીને ભાવદેવ બની શકે છે. પાંચ સંજ્ઞી તિર્યંચ, પાંચ અસંજ્ઞી તિર્યંચ અને ૧૦૧ ગર્ભજ મનુષ્યોના પર્યાપ્ત તે ૧૧૧ ભેદની આગત થાય છે. નારક કે દેવ મરીને તથા પ્રકારના સ્વભાવે દેવ ગતિને પ્રાપ્ત કરતા નથી. તે જ રીતે પાંચ સ્થાવર અને ત્રણ વિકસેન્દ્રિયના જીવો પણ મરીને દેવગતિમાં જતા નથી. તેથી તેનો નિષેધ કર્યો છે. પાંચ પ્રકારના દેવોની સ્થિતિ:१६ भवियदव्वदेवाणं भंते ! केवइयं कालं ठिई पण्णत्ता ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं तिण्णि पलिओवमाइं । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! ભવિકદ્રવ્યદેવોની સ્થિતિ કેટલા કાલની છે? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની છે. १७ णरदेवाणं भंते ! केवइयं कालं ठिई पण्णत्ता । गोयमा ! जहण्णेणं सत्त वाससयाई, उक्कोसेणं चउरासीई पुव्वसय-सहस्साई । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નરદેવોની સ્થિતિ કેટલા કાલની છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય 900