________________
શતક-૧૨: ઉદ્દેશક-૯
[ ૭૪૯ |
१२ देवाहिदेवा णं भंते ! कओहिंतो उववज्जति, किं णेरइएहिंतो उववज्जति, पुच्छा? गोयमा ! णेरइएहिंतो उववज्जंति, णो तिरिक्खजोणिए हितो, णो मणुस्सेहितो, देवेहितो वि उववज्जति । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! દેવાધિદેવ ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! નૈરયિક અને દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, તિર્યંચ અને મનુષ્યગતિમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. १३ जइ णेरइएहिंतो उववज्जंति, पुच्छा? गोयमा ! तिसु पुढवीसु उववजंति, सेसाओ खोडेयव्वाओ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન ! જો તે નૈરયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, તો શું રત્નપ્રભા આદિ કઈ નરકમાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! પ્રથમ ત્રણ પૃથ્વી(નરક)માંથી આવીને ઉત્પન્ન થાય છે. શેષ નરકમૃથ્વીઓનો નિષેધ કરવો જોઈએ. १४ जइ देवेहिंतो उववज्जति, पुच्छा ? गोयमा ! वेमाणिएसु सव्वेसु उववज्जति जाव सव्वट्ठसिद्धत्ति, सेसा खोडेयव्वा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જો દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, તો ભવનપતિ આદિ કઈ જાતિના દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! સર્વાર્થસિદ્ધ પર્યતના સર્વ વૈમાનિક દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. શેષ સર્વ દેવોનો નિષેધ કરવો જોઈએ. |१५ भावदेवा णं भंते ! कओहिंतो उववज्जति ? एवं जहा वक्कंतीए भवणवासीणं उववाओ तहा भाणियव्वो । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! ભાવદેવ ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! પ્રજ્ઞાપના સૂત્રના છઠ્ઠા વ્યુત્ક્રાંતિપદમાં ભવનવાસી દેવોની જે આગતિ કહી છે તદનુસાર અહીં ભાવદેવોની આગતિનું કથન કરવું. વિવેચન : -
પ્રસ્તુત સૂત્રોમાં પાંચ પ્રકારના દેવોની આગતિનું નિરૂપણ કર્યું છે. ભવિક દ્રવ્ય દેવની આગત :- ભવિષ્યમાં જે દેવ થવાના છે તેવા મનુષ્ય અને તિર્યંચને ભવિક દ્રવ્ય દેવ કહે છે. તેની આગતિ- ૨૮૪ ભેદની છે. ૮૬ જાતના યુગલિક અને સર્વાર્થસિદ્ધના દેવ મરીને ભવિક દ્રવ્ય દેવ થતા નથી. કારણ કે યુગલિક મરીને દેવગતિમાં જ જાય છે, મનુષ્ય કે તિર્યંચ થતા નથી. સર્વાર્થસિદ્ધના દેવ મરીને મનુષ્ય જન્મ ધારણ કરીને મોક્ષે જ જાય છે. તે મનુષ્ય ભવમાં પણ ભવિક દ્રવ્ય દેવ થતા નથી.