________________
૭૪૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
ઉત્તર-હે ગૌતમ!તે નૈરયિક અને દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, તિર્યંચ અને મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી.
९ जइ णेरइएहिंतो उववज्जति किं रयणप्पभापुढविणेरइएहिंतो उववज्जति जाव अहेसत्तमपुढविणेरइएहिंतो उववज्जति ?
गोयमा ! रयणप्पभापुढविणेरइएहिंतो उववज्जंति, णो सक्करप्पभापुढवि णेरइएहिंतो जाव णो अहेसत्तमपुढविणेरइएहिंतो उववज्जति । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! જો તે નૈરયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, તો શું રત્નપ્રભા પૃથ્વીના નૈરિયકો યાવતું અધઃ સપ્તમ પૃથ્વીના નૈરયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ! તે એક રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકોમાંથી જ આવીને ઉત્પન્ન થાય છે, પરંતુ શર્કરા પ્રભા પૃથ્વીના નૈરિયકોમાંથી યાવત્ અધસપ્તમ પૃથ્વીના નૈરયિકોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. १० जइ देवेहिंतो उववज्जति किं भवणवासिदेवेहिंतो उववज्जति, वाणमंतरजोइसिय-वेमाणियदेवेहिंतो उववज्जति ?
गोयमा ! भवणवासिदेवेहितो वि उववज्जंति, वाणमंतर देवेहितो वि, एवं सव्वदेवेसु उववाएयव्वा, वक्कतिभेएणं जाव सव्वट्ठसिद्धत्ति । ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! જો તે દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, તો શું ભવનવાસી, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે?
- ઉત્તર- હે ગૌતમ! તે ભવનવાસી, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક સર્વદેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, આ રીતે દેવોના વિષયમાં સર્વાર્થસિદ્ધ પર્યત વ્યુત્ક્રાંતિ પદમાં કથિત આગતિ કહેવી જોઈએ. |११ धम्मदेवा णं भंते ! कओहिंतो उववज्जति, किं णेरइएहिंतो उववज्जति, પુછી ?
गोयमा ! वक्कंतिभेएणं सव्वेसु उववाएयव्वा जाव सव्वट्ठसिद्ध त्ति । णवरं तमा-अहेसत्तमास्तेउवाउअसंखिज्ज-वासाउयअकम्मभूमग-अंतरदीवग-वज्जेसु । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ધર્મદેવ નરક આદિ કઈ ગતિમાંથી આવીને ઉત્પન્ન થાય છે?
ઉત્તર-હે ગૌતમ! આ સર્વવર્ણન વ્યુત્ક્રાંતિ પદમાં કથિત ભેદ સહિત સર્વાર્થસિદ્ધ સુધીની આગતિ કહેવી જોઈએ, પરંતુ વિશેષતા એ છે કે તમ:પ્રભા અને અધઃસપ્તમપૃથ્વીમાંથી તથા તેઉકાય, વાયુકાય, અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા કર્મભૂમિજ, અકર્મભૂમિ અને અંતરદ્વીપજ યુગલિકોમાંથી આવીને ધર્મદેવ થતા નથી.