________________
શતક-૧૨: ઉદ્દેશક-૯
[ ૭૪૭]
(૨) નરદેવ – મનુષ્યોમાં જે દેવ તુલ્ય આરાધ્ય છે, તેવા છ ખંડના અધિપતિ ચક્રવર્તીને નરદેવ' કહે છે. (૩) ધર્મદેવઃ- શ્રત અને ચારિત્ર ધર્મના આરાધક હોવાથી જે દેવ તુલ્ય છે, જેનામાં ધર્મની જ પ્રધાનતા છે, તેવા ધાર્મિક દેવરૂપ અણગારને ધર્મદેવ કહે છે.
(૪) દેવાધિદેવ - પારમાર્થિક ઐશ્વર્ય જેનામાં પ્રગટ થયું છે, જે દેવોથી પણ અધિક શ્રેષ્ઠ છે તેવા દેવો દ્વારા પણ વંદનીય, પૂજનીય તીર્થકર ભગવાનને “દેવાધિદેવ’ કહે છે. (૫) ભાવ દેવ - વર્તમાને જે દેવગતિ આદિ નામકર્મનો અનુભવ કરી રહ્યા છે તે ભાવદેવ છે. દેવોની આગતઃ|७ भवियदव्वदेवा णं भंते ! कओहिंतो उववज्जति, किं णेरइएहितो उववज्जति, तिरिक्ख-मणुस्स-देवेहिंतो उववज्जति ?
गोयमा ! णेरएहिंतो उववज्जति, तिरिक्ख मणुस्स देवेहितो वि उववज्जति, भेओ जहा वक्कंतीए सव्वेसु उववाएयव्वा जाव अणुत्तरोववाइय त्ति, णवरं असंखेज्जवासाउय- अकम्मभूमग-अंतरदीवग-सव्वट्ठसिद्धवज्ज जाव अपराजिय-देवेहितो वि उववजंति, णो सव्वट्ठसिद्धदेवेहिंतो उववज्जति । ભાવાર્થ-પ્રશ્ન-હે ભગવન્!ભવિક દ્રવ્ય દેવ કઈગતિમાંથી આવીને ઉત્પન્ન થાય છે? શું નરયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, અથવા તિર્યંચો, મનુષ્યો કે દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ ! નૈરયિકો, તિર્યંચો, મનુષ્યો અને દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. અહીં પ્રજ્ઞાપના સૂત્રના છઠ્ઠા વ્યુત્કાન્તિ પદ અનુસાર ભેદ કહેવા જોઈએ. આ સર્વ જીવોની ઉત્પત્તિના વિષયમાં અનુત્તરોપપાતિક સુધી કહેવું જોઈએ. તેમાં વિશેષતા એ છે કે અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા અકર્મભૂમિ અને અંતરદ્વીપના યુગલિકો તથા સર્વાર્થસિદ્ધના દેવોને છોડીને અપરાજિત દેવલોકના દેવો(ભવનપતિથી લઈને અપરાજિત નામના ચોથા અનુત્તર વિમાન સુધીના દેવો)માંથી આવીને ઉત્પન્ન થાય છે, પરંતુ સર્વાર્થસિદ્ધ વિમાનના દેવોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. | ८ णरदेवा णं भंते ! कओहिंतो उववज्जंति, किं णेरइएहितो, पुच्छा ?
गोयमा ! णेरइएहिंतो उववज्जति, णो तिरिक्खजोणिएहितो, णो मणुस्सेहितो, देवेहिंतो वि उववज्जति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નરદેવ ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે, શું નૈરયિક, તિર્યંચ, મનુષ્ય કે દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે?