________________
૭૪૬ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
| ४ से केणटेणं भंते ! एवं वुच्चइ- धम्मदेवा, धम्मदेवा?
गोयमा ! जे इमे अणगारा भगवंतो ईरियासमिया जाव गुत्तबंभयारी, से तेणटेणं जाव धम्मदेवा, धम्मदेवा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે ધર્મદેવને ધર્મદેવ' કહેવાય છે?
ઉત્તર- હે ગૌતમ! તે અણગાર ભગવાન ઈર્ષા સમિતિ આદિ સમિતિઓથી યુક્ત, ઉત્તમ ક્ષમાદિ યતિધર્મથી યુક્ત, યાવત્ ગુપ્ત બ્રહ્મચારી છે, તેથી તે ધર્મદેવ' કહેવાય છે. ५ से केणटेणं भंते ! एवं वुच्चइ- देवाहिदेवा, देवाहिदेवा ?
गोयमा ! जे इमे अरिहंता भगवंतो उप्पण्णणाण-दंसणधरा जाव सव्वदरिसी, से तेण?णं जाव देवाहिदेवा, देवाहिदेवा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે દેવાધિદેવને દેવાધિદેવ’ કહેવાય છે?
ઉત્તર- હે ગૌતમ ! તે ઉત્પન્ન થયેલા કેવળજ્ઞાન અને કેવળદર્શનના ધારક, વીતરાગ, સર્વજ્ઞ સર્વદર્શી અરિહંત ભગવાન છે. તેથી તે દેવાધિદેવ’ કહેવાય છે. ६ से केणटेणं भंते ! एवं वुच्चइ- भावदेवा, भावदेवा ?
गोयमा ! जे इमे भवणवइ-वाणमंतर-जोइस-वेमाणिया देवा देवगइणामगोयाई कम्माई वेदेति, से तेणटेणं जाव भावदेवा, भावदेवा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે ભાવદેવને ‘ભાગદેવ' કહેવાય છે?
ઉત્તર- હે ગૌતમ! ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવ, દેવગતિ સંબંધી નામ કર્મ અને ગોત્રકર્મનું વેદન કરે છે, તેથી તે ‘ભાવદેવ” કહેવાય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પાંચ પ્રકારના દેવોનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે. તે ભાવાર્થ અને સારાંશથી સ્પષ્ટ છે. (૧) ભવિક દ્રવ્ય દેવ :- અહીં ‘દ્રવ્ય’ શબ્દ અપ્રધાનવાચક છે. ભૂતકાળમાં જેણે દેવની પર્યાય પ્રાપ્ત કરી હતી અથવા ભવિષ્યકાલમાં જે દેવ પર્યાયને પ્રાપ્ત કરવાના છે પરંતુ વર્તમાનમાં દેવના ગુણોથી શૂન્ય હોય તે ભવિક દ્રવ્ય દેવ છે. વર્તમાનમાં દેવના ગુણોથી શૂન્ય હોવાના કારણે તે અપ્રધાન છે. પ્રસ્તુત સૂત્રમાં આ ભવ પૂર્ણ કરીને ભવિષ્યમાં જે દેવગતિમાં ઉત્પન્ન થવાના છે તેવા પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યને “ ભવ્ય દ્રવ્ય દેવ’ કહ્યા છે.