________________
શતક-૧૨ઃ ઉદ્દેશક-૯
[ ૭૪૫ ]
'શતક-૧ર : ઉદ્દેશક-૯
દેવના પાંચ પ્રકાર:| १ कइविहा णं भंते ! देवा पण्णत्ता ? गोयमा ! पंचविहा देवा पण्णत्ता, तंजहा- भवियदव्वदेवा परदेवा धम्मदेवा देवाहिदेवा भावदेवा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! દેવના કેટલા પ્રકાર કહ્યા છે? ઉત્તર- હે ગૌતમ! પાંચના દેવ પ્રકાર કહ્યા છે, યથા– ભવિકદ્રવ્યદેવ, નરદેવ, ધર્મદેવ, દેવાધિદેવ અને ભાવવ. २ से केण?णं भंते ! एवं वुच्चइ- भवियदव्वदेवा भवियदव्वदेवा?
गोयमा! जे भविए पंचिंदियतिरिक्खजोणिए वा मणुस्से वा देवेसु उववज्जित्तए से तेणटेणं गोयमा ! एवं वुच्चइ- भवियदव्वदेवा भवियदव्वदेवा । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે ભવિકદ્રવ્ય દેવને ‘ભવિક દ્રવ્ય દેવ’ કહેવાય છે?
ઉત્તર-હે ગૌતમ! તે તિર્યંચ પંચેન્દ્રિય અથવા મનુષ્ય ભવિષ્યમાં, દેવોમાં ઉત્પન્ન થવાના છે તેથી તે ‘ભવિક દ્રવ્ય દેવ' કહેવાય છે. | ३ से केणद्वेणं भंते ! एवं वुच्चइ- णरदेवा, णरदेवा ?
गोयमा ! जे इमे रायाणो चाउरंतचक्कवट्टी उप्पण्णसमत्तचक्करयणप्पहाणा णवणिहिपइणो समिद्धकोसा बत्तीसं रायवरसहस्साणुयायमग्गा सागस्वरमेहलाहिवइणो मणुस्सिदा, से तेणटेणं जाव णरदेवा, णरदेवा । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે નરદેવને ‘નરદેવ' કહેવાય છે?
ઉત્તર- હે ગૌતમ ! જે રાજા પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણમાં સમુદ્ર પર્વત તથા ઉત્તરમાં હિમવાન પર્વત પર્યત છ ખંડની પૃથ્વીના સ્વામી ચક્રવર્તી છે, જેને સમસ્ત રત્નોમાં પ્રધાન ચક્રરત્ન પ્રાપ્ત થયું છે, જે નવનિધિના સ્વામી છે, સમૃદ્ધ ભંડારવાળા છે, ૩૨૦૦૦ રાજા જેનું અનુસરણ કરે છે, એવા મહાસાગરરૂપ ઉત્તમ મેખલા પર્યત પૃથ્વીના અધિપતિ અને મનુષ્યન્દ્ર છે, તેથી તે “નરદેવ' કહેવાય છે.