________________
૭૪૪ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
તેનાથી ભવિક દ્રવ્ય દેવ અસંખ્યાતગુણા અને તેનાથી ભાવદેવ અસંખ્યાત ગુણા છે. ભારદેવનો અલ્પબહુત્વઃ- સર્વથી થોડા અનુત્તરીપપાતિક દેવો, તેથી ઉપરિમ રૈવેયક, મધ્યમ ગ્રેવેયક, અધસ્તન રૈવેયક, બારમા દેવલોકથી વિપરીત ક્રમે ક્રમશઃ નવમા દેવલોકના દેવો સંખ્યાતગુણા છે, તેનાથી આઠમા, સાતમા એમ ક્રમશઃ ઉતરતા ક્રમે ક્રમશઃ પ્રથમ દેવલોકના દેવો અસંખ્યાત ગુણા છે. તેનાથી ભવનપતિ, વ્યંતર અને જ્યોતિષીદેવો ક્રમશઃ અસંખ્યાતગુણા છે.
આ રીતે સંપૂર્ણતયા પાંચ દેવ વિષયક પ્રતિપાદન કરતો ઉદ્દેશક પૂર્ણ થાય છે.