________________
શતક-૧૨: ઉદ્દેશક-૯
[[ ૭૪૩ |
શતક-૧ર : ઉદ્દેશક-લા
જે સંક્ષિપ્ત સાર જે આ ઉદ્દેશકમાં પાંચ પ્રકારના દેવનું વિવિધ દ્વારથી વિસ્તૃત વર્ણન છે. દેવ :- જે ઐશ્વર્ય સંપન્ન હોય તેને દેવ કહે છે. વિવિધ નયની અપેક્ષાએ તેના પાંચ પ્રકાર છે. ભવ્ય દ્રવ્ય દેવ, નરદેવ, ધર્મદેવ, દેવાધિદેવ અને ભાવવ. ભવિકદ્રવ્ય દેવ - ભવિષ્યમાં જે દેવ પર્યાયને પ્રાપ્ત થવાના છે તેવા મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિયને ભવિકદ્રવ્ય દેવ કહે છે. તે મનુષ્ય અને તિર્યંચ ચારે ગતિમાંથી આવી શકે છે. મરીને ચારે જાતિની દેવગતિને પ્રાપ્ત કરે છે. તેની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ત્રણ પત્યની(યુગલિકની અપેક્ષાએ) છે, તેનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અધિક ૧૦,૦૦૦ વર્ષનું છે અને ઉત્કૃષ્ટ અનંતકાલનું છે. તે જીવો વૈક્રિય લબ્ધિ સંપન્ન હોય તો સંખ્યાત, અસંખ્યાત, સમાન, અસમાન, સંલગ્ન, અસંલગ્ન રૂપો બનાવી શકે છે. નરદેવ - છ ખંડના અધિપતિ, ૧૪ રત્નો અને નવ નિધાનના સ્વામી ચક્રવર્તીને નરદેવ કહે છે. તે પ્રથમ નરક અને ૮૧ જાતિના દેવમાંથી આવીને ઉત્પન્ન થાય છે. તે મરીને સાત નરકમાંથી કોઈ પણ નરકમાં ઉત્પન્ન થાય છે. તેની સ્થિતિ જઘન્ય ૭00 વર્ષ, ઉત્કૃષ્ટ ૮૪ લાખ પૂર્વની અને તેનું અંતર જઘન્ય સાધિક એક સાગરોપમ અને ઉત્કૃષ્ટ અર્ધપુદ્ગલ પરાવર્તનકાલનું છે. તે જીવો વૈક્રિયલબ્ધિ સંપન્ન હોય છે અને પૂર્વવત્ વિદુર્વણા કરી શકે છે. ધર્મદેવ - પાંચ મહાવ્રત, સમિતિ-પ્તિના ધારક શ્રમણ નિગ્રંથને ધર્મદેવ કહે છે. તેની આગતિ ચારે ગતિની અને ગતિ વૈમાનિક દેવની છે. તેની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ દેશોન પૂર્વક્રોડ વર્ષની છે. તેનું અંતર જઘન્ય અનેક પલ્યોપમ(ર પલ્યોપમ અને નવ વર્ષ), ઉત્કૃષ્ટ અર્ધ પુગલ પરાવર્તનકાલનું છે, તે જીવોમાં જે વૈક્રિયલબ્ધિ સંપન્ન હોય તે પૂર્વવત્ વિદુર્વણા કરી શકે છે. દેવાધિદેવઃ- કેવળજ્ઞાન, કેવળદર્શનના ધારક, સર્વજ્ઞ, તીર્થંકર પ્રભુને દેવાધિદેવ કહે છે. તે ત્રણ નરક અને ૩૫ જાતિના વૈમાનિક દેવમાંથી આવે છે. તેની ગતિ મોક્ષની છે. તેની સ્થિતિ જઘન્ય ૭૨ વર્ષ, ઉત્કૃષ્ટ ૮૪ લાખ પૂર્વની હોય છે. તે જીવની ગતિ મોક્ષની જ હોવાથી તેનું અંતર નથી. તે જીવો અનંત શક્તિ સંપન્ન હોવા છતાં વીતરાગતાના કારણે કદાપિ વિદુર્વણા કરતા નથી. ભાદેવઃ- જે દેવગતિ અને દેવાયુને ભોગવે છે તેને ભાવદેવ કહે છે. તે મનુષ્ય અને તિર્યંચમાંથી આવે છે અને તે બે ગતિમાં જાય છે. તેની સ્થિતિ જઘન્ય 10000 વર્ષ, ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની છે. તેનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનંતકાલનું છે. તે વૈક્રિય સામર્થ્યનુસાર પૂર્વવત્ વિદુર્વણા કરી શકે છે.
અલ્પબહત્વ - સર્વથી થોડા નરદેવ, તેનાથી દેવાધિદેવ સંખ્યાતગુણા, તેનાથી ધર્મદેવ સંખ્યાતગુણા,