________________
શતક–૧૨ : ઉદ્દેશક ૭
સેવ મતે ! તેવ મતે ॥
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! આ જીવ, સર્વ જીવોના દાસરૂપે, પ્રેષ્યરૂપે(નોકરરૂપે) ભૃતક, ભાગીદાર, ભોગપુરુષ(અન્યના ઉપાર્જિત ધનનો ઉપભોગ કરનાર) શિષ્ય અને દ્વેષ્ય(દ્વેષી-ઈર્ષાળુ)રૂપે પહેલા ઉત્પન્ન થયો છે ?
686
ઉત્તર– હા, ગૌતમ ! અનેક વાર કે અનંતવાર ઉત્પન્ન થયો છે. આ રીતે સર્વ જીવો પણ આ જીવ પ્રતિ પૂર્વોક્તરૂપે ઉત્પન્ન થયા છે. II હે ભગવન્ ! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. II વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં શાસ્ત્રકારે સંસારની અનંતતાની સાથે સંબંધોની પણ અનંતતા અને પરિવર્તનશીલતાનો બોધ કરાવ્યો છે.
અનંત સંસાર પરિભ્રમણમાં આ જીવે સર્વ જીવો સાથે સર્વ પ્રકારના સંબંધો ભૂતકાળમાં બાંધ્યા છે અને સર્વ જીવોએ આ જીવ સાથે સર્વ સંબંધો બાંધ્યા છે.
|| શતક-૧૨/૭ સંપૂર્ણ ॥