________________
[ ૭૩૮]
શ્રી ભગવતી સૂત્ર-૩
શતક-૧૨ : ઉદેશક-૮
જ સંક્ષિપ્ત સાર છે આ ઉદ્દેશકમાં કર્મ અનુસાર પુનર્જન્મની પરંપરાનું નિદર્શન છે. કોઈ મહર્તિક દેવ, દેવ ભવનું આયુષ્ય પૂર્ણ કરીને, પોતાના કર્માનુસાર નાગ(સાપ), મણિ, વૃક્ષમાં ઉત્પન્ન થઈ શકે છે. પ્રજ્ઞાપના સૂત્રોનુસાર બીજા દેવલોક સુધીના દેવ મરીને, પૃથ્વી, પાણી વનસ્પતિમાં ઉત્પન્ન થાય છે.
દેવ ઉક્ત સ્થાનોમાં જ્યાં ઉત્પન્ન થાય છે, ત્યાં પણ તે વંદિત, પૂજિત, અર્ચિત, સત્કારિત અને સમ્માનિત હોય છે, લોકો તેને પૂજનીય માને છે. પૂર્વ ભવના મિત્ર દેવ તેનો મહિમા વધારે છે. આ સર્વ ક્રિયાઓ તેના પુણ્યની પરંપરાએ થાય છે.
તે જીવ ત્યાંથી મરીને મનુષ્ય જન્મ ધારણ કરીને મોક્ષે પણ જાય છે. દેવ ભવ પછીના બે ભવ ધારણ કરતા હોવાથી સૂત્રકારે તે નાગ, મણિ અને વૃક્ષને દ્વિશરીરી (એકાવતારી) કહ્યા છે.
*
શીલ, વ્રત પ્રત્યાખ્યાન અને મર્યાદા રહિત મોટા અને પરાક્રમી વાનર, કૂકડો, દેડકા આદિ તિર્યંચ પ્રાણીઓ કાલધર્મને પ્રાપ્ત કરીને પ્રથમ નરકમાં ઉત્પન્ન થાય છે. “ઉત્પમાન ઉત્પન્ન’ સિદ્ધાંત અનુસાર નરકમાં ઉત્પન્ન થતાં નરકાયુના ઉદયવાળા જીવને નારક કહેવાય છે. નરકનું આયુષ્ય પૂર્ણ કરીને તેઓ પોતાના કર્માનુસાર ભવભ્રમણ કરે છે અથવા સિદ્ધ થાય છે.