________________
શતક-૧૨: ઉદ્દેશક-૭
[ ૭૩૫]
१४ अयं णं भंते ! जीवे पंचसु अणुत्तरविमाणेसु एगमेगंसि अणुत्तरविमाणंसि પુછો ?
गोयमा ! तहेव जाव असई वा अणंतखुत्तो, णो चेव णं देवत्ताए वा देवित्ताए वा, एवं सव्वजीवा वि । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! આ જીવ પાંચ અનુત્તર વિમાનોમાંથી પ્રત્યેક વિમાનમાં પૃથ્વીકાયિક આદિ રૂપે પહેલા ઉત્પન્ન થયો છે?
ઉત્તર- હા, ગૌતમ! પૂર્વોક્ત અનેક વાર અથવા અનંતવાર ઉત્પન્ન થયો છે પરંતુ ત્યાં દેવ અને દેવી રૂપે અનેકવાર કે અનંતવાર ઉત્પન્ન થયા નથી. આ રીતે સર્વ જીવોના વિષયમાં જાણવું જોઈએ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ૨૪ દંડકના જીવોના પરસ્પર ૨૪ દંડકના પ્રત્યેક સ્થાનમાં અનંત જન્મ-મરણ ભૂતકાળમાં થયા છે, તે વિષયને સમજાવ્યો છે.
આ જીવે જન્મ મરણ દ્વારા સમસ્ત લોકાકાશના પ્રદેશની સ્પર્શના કરી છે. તે પૂર્વોક્ત વિષયની પુષ્ટી માટે સૂત્રકારે પ્રસ્તુત વિષયનું પ્રતિપાદન કર્યું છે.
૨૪ દંડકના જીવોના પરિભ્રમણમાં જે સ્થાનમાં જે જીવોના જન્મ-મરણની યોગ્યતા હોય ત્યાં તે જીવોના જન્મ મરણ થાય છે. જ્યાં યોગ્યતા ન હોય ત્યાં જન્મ મરણ થતા નથી. જેમ કે નરકમાં મનુષ્યરૂપે કે સનકુમારાદિ દેવલોકમાં દેવીરૂપે જન્મ-મરણ થવા શક્ય નથી. આ રીતે સર્વત્ર સમજવું જોઈએ.
પાંચ સ્થાવરના સૂક્ષ્મ જીવો સંપૂર્ણ લોકમાં વ્યાપ્ત છે. સૂત્રકારનું આ કથન સૂક્ષ્મ જીવોની અપેક્ષાએ છે. વનસ્પતિકાયમાં પણ વ્યવહાર રાશિના નિગોદની અપેક્ષાએ અનંત જન્મ-મરણ થાય છે. તેથી લોકના કોઈ પણ સ્થાનમાં પાંચ સ્થાવર રૂપે જન્મ-મરણ થઈ શકે છે.
આ રીતે ૨૪ દંડકના પ્રત્યેક સ્થાનમાં જીવે પૂર્વે અનંતવાર જન્મ મરણ કર્યા છે પરંતુ અનુત્તર વિમાનમાં અનુત્તર વિમાનના દેવરૂપે અનંત જન્મ-મરણ થઈ શકતા નથી. કારણ કે અનાદિ સંસાર પરિભ્રમણમાં કોઈ પણ જીવ દેવરૂપે ચાર અનુત્તર વિમાનમાં બે વાર અને સર્વાર્થસિદ્ધવિમાનમાં એક જ વાર ઉત્પન્ન થઈ શકે છે. તે સ્થાનમાં પૃથ્વીકાય આદિ રૂપે અનંત જન્મ-મરણ થઈ શકે છે.
૨૪ દંડકોના જીવોના આવાસની સંખ્યા શતક- ૧/૫, પૃષ્ઠ– ૧૨૦ થી ૧૨૩ અનુસાર જાણવી. જીવોના અનંત સંબંધો:१५ अयं णं भंते ! जीवे सव्वजीवाणं माइत्ताए, पिइत्ताए, भाइत्ताए, भगि- णित्ताए,