________________
[ ૭૩૪]
શ્રી ભગવતી સૂત્ર-૩
सु चउरिदियत्ताए, पंचिंदियतिरिक्खजोणिएसु पंचिंदियतिरिक्खजोणियत्ताए, मणुस्सेसु मणुस्सत्ताए, सेसं जहा बेइंदियाणं । वाणमंतर-जोइसियसोहम्मीसाणेसु य जहा असुरकुमाराणं । ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! આ જીવ અસંખ્યાત લાખ બેઇન્દ્રિયના આવાસોમાંથી પ્રત્યેક બેઇન્દ્રિયના આવાસમાં પૃથ્વીકાયિક રૂપે યાવત્ વનસ્પતિકાયિક રૂપે અને બેઇન્દ્રિય રૂપે પૂર્વે ઉત્પન્ન થયો છે?
ઉત્તર- હા, ગૌતમ! અનેક વાર કે અનંતવાર પૂર્વે ઉત્પન્ન થયો છે. આ જ રીતે સર્વ જીવોના વિષયમાં કહેવું જોઈએ અર્થાત્ આ પ્રમાણે મનુષ્ય પર્યત જીવોના વિષયમાં કહેવું જોઈએ. પરંતુ વિશેષતા એ છે કે તેઇન્દ્રિયોમાં પૃથ્વીકાય યાવત્ વનસ્પતિકાયિકરૂપે અને તેઇન્દ્રિયરૂપે, ચૌરેન્દ્રિયોમાં પૃથ્વીકાયથી વનસ્પતિકાય સુધી અને ચૌરેન્દ્રિયરૂપે, પંચેન્દ્રિય તિર્યંચમાં પૃથ્વીકાયિકથી વનસ્પતિકાય સુધી અને પંચેન્દ્રિય તિર્યંચરૂપે અને મનુષ્યોમાં પૃથ્વીકાયિકથી વનસ્પતિકાય સુધી અને મનુષ્ય રૂપે ઉત્પત્તિ જાણવી જોઈએ. શેષ સર્વ કથન બેઇન્દ્રિયોની સમાન જાણવું જોઈએ. જે રીતે અસુરકુમારોનું કથન કર્યું, તે જ રીતે વાણવ્યંતર જ્યોતિષી, સૌધર્મ અને ઈશાન દેવલોક સુધી કથન કરવું જોઈએ. |१२ अयं णं भंते ! जीवे सणंकुमारे कप्पे बारससु विमाणावाससयसहस्सेसु एगमेगंसि वेमाणियावासंसि पुढविकाइयत्ताए पुच्छा ?
गोयमा ! जहा असुरकुमाराणं जाव अणंतखुत्तो, णो चेव णं देवित्ताए, एवं सव्वजीवा वि । एवं जाव आरणच्चुएसु । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! આ જીવ સનસ્કુમાર દેવલોકના બાર લાખ વિમાનાવાસોમાંથી પ્રત્યેક વિમાનાવાસમાં પૃથ્વીકાયિક આદિ રૂપે પૂર્વે ઉત્પન્ન થયો છે?
ઉત્તર- હા, ગૌતમ ! સનકુમારનું સર્વ કથન અસુરકુમારોની સમાન જાણવું જોઈએ. પરંતુ ત્યાં દેવી પણે ઉત્પન્ન થયા નથી. આ રીતે એક જીવ અને સર્વ જીવોના વિષયમાં જાણવું જોઈએ. સનસ્કુમારની જેમ આરણ અને અય્યત દેવલોક સુધી જાણવું જોઈએ. १३ अयं णं भंते ! जीवे तिसु वि अट्ठारसुत्तरेसु गेविज्जविमाणावासेसु पुच्छा ?
गोयमा ! एवं चेव जहा सणंकुमारेसु । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું આ જીવ ૩૧૮ રૈવેયક વિમાનાવાસોમાંથી પ્રત્યેક વિમાનાવાસમાં પૃથ્વીકાયિક આદિ રૂપે પૂર્વે વાવ ઉત્પન્ન થયો છે?
ઉત્તર- હા, ગૌતમ ! પૂર્વે ઉત્પન્ન થયો છે. અર્થાત્ સનસ્કુમાર દેવની જેમ અનંતવાર દેવપણે ઉત્પન્ન થવાનું જાણવું જોઈએ; દેવીરૂપે નહીં.