________________
૭૨૪
શ્રી ભગવતી સૂત્ર–૩
કહેવાય છે. પૂર્ણિમાના દિવસે ચંદ્ર સર્વથા અનાચ્છાદિત-આવરણ રહિત, ખુલ્લો થઈ જાય છે.
ચંદ્ર અને સૂર્ય ગ્રહણ :– પર્વ રાહુ ચંદ્રને કે સૂર્યને આવૃત્ત કરે તેને ક્રમશઃ ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ કહે છે. પર્વ રાહુ જઘન્ય છ માસ અને ઉત્કૃષ્ટ ૪૨ માસમાં ચંદ્રને આવરિત કરે છે અને જઘન્ય છ માસ અને ઉત્કૃષ્ટ ૪૮ વર્ષે સૂર્યને આવરિત કરે છે.
ચંદ્ર અને સૂર્યનાં ગુણનિષ્પન્ન નામ :
૪ સે જેકેળ અંતે ! વં વુન્ન- ચંદ્રે લલી, ચંડે સન્ની ?
गोयमा ! चंदस्स णं जोइसिंदस्स जोइसरण्णो मियंके विमाणे, कंता देवा, कंताओ देवीओ, कंताई आसण-सयण-खंभभंडमत्तोवगरणाइं, अप्पणा वि य णं चंदे जोइसिंदे जोइसराया सोमे कंते सुभए पियदंसणे सुरूवे, से तेणणं गोयमा ! एवं वुच्चइ चंदे ससी, चंदे ससी ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! ચંદ્રને ‘શશી’(સશ્રી) શા માટે કહે છે ?
ઉત્તર– હે ગૌતમ ! જ્યોતિષીઓના ઇન્દ્ર, અને જ્યોતિષીઓના રાજા ચંદ્રનું મૃગાંક(મૃગના ચિહ્નવાળું) વિમાન છે. તેમાં કાન્ત(સુંદર)દેવ, સુંદર દેવીઓ અને સુંદર આસન, શયન, સ્તંભ, પાત્ર આદિ ઉપકરણ છે તથા જ્યોતિષીઓના ઇન્દ્ર, જ્યોતિષીઓના રાજા ચંદ્ર સ્વયં પણ સૌમ્ય, કાન્ત, સુભગ, પ્રિયદર્શનીય અને સુરૂપ છે. તેથી ચંદ્રને ‘શશી’(સશ્રી-શોભાસહિત) કહે છે.
૫ સે જેનક્રેળ મતે ! Ë મુષ-સૂરે આફત્ત્વે, સૂરે આન્દ્રે ?
गोयमा ! सूरादिया णं समया इ वा आवलिया इ वा जाव उस्सप्पिणी इ वा अवसप्पिणी इ वा, से तेणट्टेणं जाव आइच्चे ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! સૂર્યને ‘આદિત્ય’ શા માટે કહે છે ?
ઉત્તર– હે ગૌતમ ! સમય, આવલિકા યાવત્ ઉત્સર્પિણી અને અવસર્પિણી પર્યંતના કાલનો આદિભૂત(કારણ) સૂર્ય છે. તેથી તેને ‘આદિત્ય’ કહે છે.
વિવેચન :
પ્રસ્તુત બે સૂત્રોમાં ચંદ્ર અને સૂર્યના ક્રમશઃ શશી અને આદિત્ય નામની સાર્થકતા પ્રગટ કરી છે. શશી : ચંદ્ર સંબંધી દેવ, દેવી તથા તેના વિમાનાદિ શોભા સંપન્ન હોવાથી તે 'શશી' કહેવાય છે. આદિત્ય :– સમય, આવલિકા, આદિનો બોધ કરાવવામાં સૂર્ય જ ‘આદિભૂત’ પ્રથમ કારણ છે, અથવા