________________
શતક-૧૨ઃ ઉદ્દેશક
૭૨૩ ]
धुवराहू से बहुलपक्खस्स पाडिवर पण्णरसइभागेणं पण्णरसइभागं चंदस्स लेस्सं आवरेमाणे आवरेमाणे चिट्ठइ, तंजहा- पढमाए पढम भाग, बितियाए बितियं भागंजाव पण्णरसेसुपण्णरसमं भागं, चरिमसमये चंदे रत्ते भवइ, अवसेसे समये चंदे रत्ते य विरत्ते य भवइ; तमेव सुक्कपक्खस्स उवदसेमाणे उवदसेमाणे चिट्ठइ, पढमाए पढम भागं जाव पण्णरसेसु पण्णरसमं भागं, चरिमसमये चंदे विरत्ते भवइ; अवसेसे समये चंदे रत्ते य विरत्ते य भवइ । तत्थ णं जे से पव्वराहू से जहण्णेणं छह मासाणं उक्कोसेणं बायालीसाए मासाणं चंदस्स, अडयालीसाए संवच्छराणं सूरस्स लेस्सं आवरेमाणे आवरेमाणे चिट्ठइ। ભાવાર્થ - પ્રશ્ર– હે ભગવન્! રાહુના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે ગૌતમ ! રાહુના બે પ્રકાર છે, યથા– નિત્યરાહુ અને પર્વરાહુ. જે નિત્ય રાહુ છે, તે કૃષ્ણપક્ષની પ્રતિપદાથી પ્રતિદિન પોતાના પંદરમા ભાગથી, ચંદ્ર બિંબના પંદરમા ભાગને ઢાંકે છે, યથાપ્રતિપદાના દિવસે પ્રથમ ભાગને ઢાંકે છે, દ્વિતીયાના દિવસે બીજા ભાગને ઢાંકે છે. આ રીતે ક્રમશઃ અમાવસ્યાના દિવસે ચંદ્રના પંદરમા ભાગને ઢાંકે છે. કૃષ્ણપક્ષની અંતિમ તિથિએ અમાવસ્યાના દિવસે ચંદ્ર પોતાની એક કલાને છોડીને રાહુ દ્વારા સંપૂર્ણતઃ રક્ત-આચ્છાદિત થાય છે. પરંતુ પ્રતિપદા આદિ શેષ તિથિએ ચંદ્ર રક્ત અને વિરક્ત (અંશથી આચ્છાદિત અંશથી અનાચ્છાદિત) રહે છે. શુક્લપક્ષની પ્રતિપદાથી પ્રતિદિન ચંદ્રના પ્રકાશનો પંદરમો ભાગ ખુલ્લો થતો જાય છે. યથા- પ્રતિપદાના દિવસે પહેલો ભાગ ખુલ્લો થાય છે, યાવત પૂર્ણિમાના દિવસે પંદરમો ભાગ ખુલ્લો થઈ જાય છે, આ પ્રમાણે થવાથી શુક્લપક્ષના અંતિમ સમયે ચંદ્ર વિરક્ત(સર્વથા અનાચ્છાદિત) થઈ જાય છે અને શેષ સમયે ચંદ્ર રક્ત અને વિરક્ત રહે છે.
જે પર્વ રાહુ છે તે જઘન્ય છ માસમાં ચંદ્રને અને સૂર્યને ઢાંકે છે અને ઉત્કૃષ્ટ ૪ર માસમાં ચંદ્રને અને ૪૮ વર્ષે સૂર્યને ઢાંકે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં રાહુ નામના દેવ વિમાનના પ્રકાર અને તેના કાર્યનું પ્રતિપાદન કર્યું છે. નિત્યરાહઃ- જેની ગતિ ચંદ્ર વિમાનની નીચે જ હોય છે, જે પ્રતિદિન ચંદ્રની એક એક કલાને આવરિત કરે છે, જેના નિમિત્તે કૃષ્ણપક્ષ અને શુક્લપક્ષની તિથિઓ નિશ્ચિત થાય છે તેને નિત્યરાહુ કહે છે. પર્વરાહ:- જેના નિમિત્તથી ચંદ્ર અને સૂર્યનું ગ્રહણ થાય છે તે પર્વરાહુ છે. કષ્ણપક્ષ અને શક્લપક્ષઃ- ચંદ્રની સોળ કળા છે. નિત્ય રાહુની તથા પ્રકારની ગતિથી પ્રતિદિન ચંદ્રની એક એક કળા આચ્છાદિત થતી જાય છે. તેને ક્રમશઃ કૃષ્ણપક્ષની એકમ, બીજ આદિ તિથિઓ કહેવાય છે. અમાસના દિવસે ચંદ્ર સર્વથા આચ્છાદિત થઈ જાય છે. પુનઃ એક એક કળા ખુલતી જાય છે તેને શુક્લપક્ષ