________________
[ ૭રર |
શ્રી ભગવતી સૂત્ર-૩
वं खलु राहुणा चंदे घत्थे, एवं खलु राहुणा चंदे घत्थे।" ભાવાર્થ - જ્યારે ગમનાગમન કરતા, વિદુર્વણા કરતા અથવા કામક્રીડા કરતા રાહુ, ચંદ્રના પ્રકાશને આવૃત્ત કરે છે, ત્યારે મનુષ્યો કહે છે કે રાહુ ચંદ્રમાને ગ્રસિત કરે છે. રાહુ ચંદ્રમાને ગ્રસિત કરે છે. આ જ રીતે જ્યારે રાહુ ચંદ્રના પ્રકાશને આવૃત્ત કરતો નિકટથી પસાર થાય છે, ત્યારે મનુષ્યો કહે છે કે “ચંદ્ર રાહુની કુક્ષિનું ભેદન કર્યું, ચંદ્ર રાહુની કુક્ષિનું ભેદન કર્યું” આ જ રીતે રાહુ જ્યારે ગમનાગમન આદિ કરતા ચંદ્રના પ્રકાશને ઢાંકતા પાછો ફરે છે, ત્યારે મનુષ્યલોકમાં મનુષ્યો કહે છે કે “રાહુએ ચંદ્રમાનું વમન કર્યું, રાહુએ ચંદ્રનું વમન કર્યું” આ જ રીતે જ્યારે રાહુ ગમનાગમન કરતાં યાવત પરિચારણા કરતાં ચંદ્રના પ્રકાશને નીચેથી, ચારે દિશાઓથી, વિદિશાઓથી ઢાંકી દે છે ત્યારે મનુષ્યલોકમાં મનુષ્યો કહે છે કે “રાહુએ ચંદ્રને ગ્રસિત કર્યો છે, રાહુએ ચંદ્રને ગ્રસિત કર્યો છે.”
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ચંદ્રગ્રહણ વિષયક લૌકિક માન્યતાનું દિગ્દર્શન કરાવતાં ચંદ્ર અને રાહુ દેવની ગતિના સંબંધને સ્પષ્ટ કર્યો છે.
અઢીદ્વીપના જ્યોતિષી દેવોના વિમાનો નભોમંડળમાં સ્વતંત્ર રીતે ગતિ કરે છે. તેમાં તથા પ્રકારના યોગે ચંદ્રવિમાન અને રાહુ વિમાન ઉપર-નીચે રહીને ગતિ કરે છે. તે બંનેમાં ચંદ્રવિમાન ઉપર છે અને ઉજ્જવળ છે. રાહુવિમાન નીચે છે અને કાળું છે. બંને વિમાનો ગતિશીલ છે પરંતુ બંનેની ગતિમાં ચૂનાધિકતા છે. તેથી રાહુના વિમાનની ગતિથી ચંદ્રનું વિમાન ક્રમશઃ આચ્છાદિત થાય છે અને પુનઃ પુનઃ વિવિધ અવસ્થાઓ થાય છે. લોકમાં સ્થલ દષ્ટિએ તે ભિન્ન ભિન્ન નામથી ઓળખાય છે. ચંદ્ર ગ્રહણ :- રાહુનું વિમાન ચંદ્રને આચ્છાદિત કરે તેને ચંદ્રગ્રહણ કહે છે. કુક્ષિભેદ – રાહુનું વિમાન જ્યારે ચંદ્રના વિમાનને એક કિનારીથી આવૃત્ત કરતા નીકળે ત્યારે ચંદ્ર વડે રાહુનો કુક્ષિભેદ થયો તેમ કહેવાય છે. વમન - રાહુનું વિમાન ગતિ કરતાં ચંદ્રને આવૃત્ત કરીને જ્યારે પુનઃ પાછા ફરતા ચંદ્રને અનાવૃત્ત કરે છે ત્યારે ચંદ્રનું વમન થયું કહેવાય છે.
આ સર્વ અવસ્થાઓમાં વાસ્તવિક રીતે ચંદ્ર વિમાનનું આચ્છાદન માત્ર જ થાય છે અને તે આચ્છાદન સ્વાભાવિક રીતે જ થાય છે.
રાહુના પ્રકાર:| ३ कइविहे णं भंते ! राहू पण्णत्ते ?
गोयमा ! दुविहे राहू पण्णत्ते, तं जहा- धुवराहू य पव्वराहू य । तत्थ णंजे से