________________
શતક-૧૨: ઉદ્દેશક-૬
[ ૭૨૧ |
य दो आलावगा भाणियव्वा, एवं चेव जाव तया णं उत्तरपच्चत्थिमेणं चंदे उवदंसेइ, दाहिणपुरत्थिमेण राहू। ભાવાર્થ - પ્રશ્ન- રાજગૃહ નગરમાં ગૌતમ સ્વામીએ આ પ્રમાણે પૂછ્યું- હે ભગવન્! અનેક મનુષ્યો આ પ્રમાણે કહે છે યાવત પ્રરૂપણા કરે છે કે “રાહુ ચંદ્રને ગ્રસિત કરે છે. “રાહુ ચંદ્રમાને ગ્રસિત કરે છે’ હે ભગવન્! આ કથન કઈ રીતે થઈ શકે ?
ઉત્તર- હે ગૌતમ ! અનેક મનુષ્યો પરસ્પર આ પ્રમાણે કહે છે યાવતુ પ્રરૂપણા કરે છે કે “રાહુ ચંદ્રને ગ્રસિત કરે છે.” તે મિથ્યા છે. હે ગૌતમ ! હું આ પ્રમાણે કહું છું યાવત્ પ્રરૂપણા કરું છું કે રાહુ એક દેવ છે. તે મહદ્ધિક આદિ દેવના વિશેષણથી સંપન્ન મહાસુખદેવ છે. તે ઉત્તમ વસ્ત્ર, ઉત્તમ માળા, ઉત્તમ સુગંધ અને ઉત્તમ આભૂષણોને ધારણ કરનાર દેવ છે. તે રાહુ દેવના નવ નામ કહ્યા છે. યથા- (૧) શૃંગાટક (૨) જટિલક (૩) ક્ષત્રક (૪) ખર (૫) દર્દર (૬) મકર (૭) મત્સ્ય (૮) કચ્છપ અને (૯) કૃષ્ણસર્પ. રાહુના વિમાન પાંચ વર્ણના છે. યથા– કાળો, નીલો, લાલ, પીળો અને શ્વેત. તેમાંથી રાહુનું જે કાળુ વિમાન છે, તે ખંજન(કાજલ)ના વર્ણની સમાન છે. જે નીલુ(લીલુ) વિમાન છે તે કાચા તુંબાના વર્ણની સમાન છે. જે લાલ વિમાન છે તે મજીઠના વર્ણની સમાન છે. જે પીળું વિમાન છે તે હળદર સમાન છે અને જે શ્વેત વિમાન છે તે ભસ્મરાશિ(રાખના ઢગલા)ની સમાન વર્ણવાળું છે. જ્યારે ગમનાગમન કરતાં, વિકુર્વણા કરતા તથા કામક્રીડા કરતા રાહુ દેવ, પૂર્વમાં રહેલા ચંદ્રના પ્રકાશને ઢાંકીને પશ્ચિમ તરફ જાય છે,
ત્યારે ચંદ્ર પૂર્વમાં દેખાય છે અને પશ્ચિમમાં રાહુ દેખાય છે, જ્યારે ગમનાગમન કરતા, વિદુર્વણા કરતા તથા કામક્રીડા કરતા રાહુ દેવ પશ્ચિમમાં ચંદ્રના પ્રકાશને ઢાંકીને પૂર્વની તરફ જાય છે, ત્યારે ચંદ્ર પશ્ચિમમાં દેખાય છે અને રાહુ પૂર્વમાં દેખાય છે. જે રીતે પૂર્વ અને પશ્ચિમના બે સૂત્ર કહ્યા છે, તે જ રીતે દક્ષિણ અને ઉત્તરના બે સૂત્ર કહેવા જોઈએ, તે જ રીતે ઉત્તર-પૂર્વ(ઈશાન કોણ) અને દક્ષિણ-પશ્ચિમ (નૈઋત્યકોણ)ના બે સૂત્ર કહેવા જોઈએ અને તે જ રીતે દક્ષિણ-પૂર્વ(અગ્નિકોણ) અને ઉત્તર-પશ્ચિમ(વાયવ્યકોણ)ના બે સૂત્ર કહેવા જોઈએ. આ રીતે યાવત્ જ્યારે ઉત્તર-પશ્ચિમમાં ચંદ્ર દેખાય છે ત્યારે દક્ષિણ-પૂર્વમાં રાહુ દેખાય છે. | २ जया णं राहू आगच्छमाणे वागच्छमाणे वा विउव्वमाणे वा परियारेमाणे वा चंदलेस्सं आवरेमाणे-आवरेमाणे चिट्ठइ तया णं मणुस्सलोए मणुस्सा वयति- एवं खलु राहू चंदं गेण्हेइ, एवं खलु राहू चंदं गेण्हइ । जया णं राहू आगच्छमाणे जाव परियारेमाणे चंदस्स लेस्सं आवरित्ता णं पासेणं वीईवयइ तया णं मणुस्सलोए मणुस्सा वयति- “एवं खलु चंदेणं राहुस्स कुच्छी भिण्णा, एवं खलु चंदेणं राहुस्स कुच्छी भिण्णा' । जया णं राहू आगच्छमाणे वा जावपरियारेमाणे चंदस्स लेस्सं आवरित्ता णं पच्चोसक्कइ तया णं मणुस्सलोए मणुस्सा वयंति- 'एवं खलु राहुणा चंदे वंते, एवं खलु राहुणा चंदे वंते।' जया णं राहू आगच्छमाणे वा जावपरियारेमाणे वा चंदलेस्सं अहे सपक्खि सपडिदिसिं आवरित्ताणं चिट्ठइ तयाणंमणुस्सलोए मणुस्सा वयंति-"ए