________________
૭૧૮
શ્રી ભગવતી સૂત્ર-૩
કર્મ પરિણામથી જીવની વિભિન્ન અવસ્થા:२० कम्मओ णं भंते ! जीवे विभत्तिभावं परिणमइ णो अकम्मओ ? कम्मओ णं जगे विभत्तिभावं परिणमइ णो अकम्मओ?
हंता गोयमा ! कम्मओ णं जीवे विभत्तिभावं परिणमइ, णो अकम्मओ विभत्तिभावं परिणमइ । एवं जगे वि ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ શબ્દાર્થ - વિત્તિમાકં = વિવિધ રૂપ બને = જગત [જીવ-સમૂહ]. ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! શું જીવ કર્મોથી જ મનુષ્ય, તિર્યંચાદિ વિવિધ રૂપોને પ્રાપ્ત કરે છે? શું કર્મો વિના વિવિધ રૂપોને પ્રાપ્ત કરતા નથી? શું જગત કર્મોથી વિવિધ રૂપોને પ્રાપ્ત થાય છે? શું કર્મો વિના પ્રાપ્ત થતા નથી?
ઉત્તર- હા, ગૌતમ! જીવ અને જગત (જીવોનો સમૂહ) કર્મોથી વિવિધ રૂપોને પ્રાપ્ત કરે છે પરંતુ કર્મો વિના વિવિધ રૂપોને પ્રાપ્ત કરતા નથી. II હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. II.
વિવેચન :
કર્મોથી જ જીવ નરક, તિર્યચ, મનુષ્ય અને દેવગતિમાં જાય છે. કર્મોથી જ જીવ વિભિન્ન અવસ્થાને પ્રાપ્ત કરે છે. સુખ-દુઃખ, સંપન્નતા-અસંપન્નતા, જન્મ-મરણ, રોગ-શોક, સંયોગ-વિયોગ આદિ પરિણામોને જીવ સ્વકત કર્મોના ઉદયથી પ્રાપ્ત કરે છે. કર્મોના ઉદય વિના જીવ વિભિન્ન રૂપોને પ્રાપ્ત કરતા નથી.
છે શતક-૧૨/૫ સંપૂર્ણ છે તે