________________
શતક-૧૨: ઉદ્દેશક-૫
| | ૭૧૭ |
આ રીતે સર્વ પ્રદેશ, સર્વ પર્યાયમાં જાણવું જોઈએ. અતીતકાલ, અનાગતકાલ અને સમસ્તકાલતે સર્વ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી રહિત છે. १९ जीवे णं भंते ! गब्भं वक्कममाणे कइवण्णं, कइगंध, कइरसं, कइफासं परिणामं परिणमइ ? गोयमा ! पंचवणं, पंचरस, दुगंध, अट्ठफासं परिणाम परिणमइ। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ગર્ભમાં ઉત્પન્ન થતો જીવ કેટલા વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શયુક્ત છે? ઉત્તર- હે ગૌતમ! તે પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શ યુક્ત પરિણામથી પરિણત થાય છે. વિવેચન :બાદર પુલમાં વર્ણાદિ – તેમાં પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શ હોય છે. સૂથમ પુગલમાં વર્ણાદિ - પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને ચાર સ્પર્શ હોય છે. પરમાણુ યુગલ - એક વર્ણ, એક ગંધ, એક રસ અને બે સ્પર્શ હોય છે. બે સ્પર્શમાં સ્નિગ્ધ અને રૂક્ષ તે બેમાંથી એક સ્પર્શ હોય છે અને શીત-ઉષ્ણમાંથી એક સ્પર્શ હોય છે. પ્રદેશ - દ્રવ્યના નિર્વિભાગ અંશને પ્રદેશ કહે છે. પર્યાય - દ્રવ્યની ભિન્ન ભિન્ન અવસ્થાને પર્યાય કહે છે.
રૂપી દ્રવ્યોના પ્રદેશ અને પર્યાય વર્ણાદિ સહિત છે અને અરૂપી દ્રવ્યોના પ્રદેશ અને પર્યાય પણ તે દ્રવ્યોની સમાન વર્ણાદિ રહિત છે. અતીત, અનાગત અને સમસ્ત કાલ અરૂપી-વર્ણાદિ રહિત છે. રૂપી-અરૂપી બોલ– રૂપી-ચઉસ્પર્શી રૂપી આઠ સ્પર્શી
અરૂપી ૧૮ પાપસ્થાન
છ દ્રવ્ય વેશ્યા
૧૮ પાપસ્થાન વિરતિ ૮ કર્મ
ઔદારિક, વૈક્રિય
૧૨ ઉપયોગ કાર્મણ શરીર
આહારક, તૈજસ શરીર છ ભાવ લેશ્યા મનોયોગ
કાયયોગ
પાંચ દ્રવ્ય(ધર્માસ્તિકાય, વચનયોગ
બાદર સ્કંધ
અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, સૂક્ષ્મ પુદ્ગલસ્કંધ
ઘનવાત
કાલ, જીવાસ્તિકાય) ચાર બુદ્ધિ, ચાર તનુવાત
અવગ્રહાદિ, ત્રણ દષ્ટિ, જીવની પાંચ ઘનોદધિ
શક્તિ(ઉત્થાનાદિ), (તેમાં પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ (તેમાં પાંચ વર્ણ, બે ગંધ, પાંચ | ચાર સંજ્ઞા અને ચાર સ્પર્શ તે ૧૬ બોલ પ્રાપ્ત રસ અને આઠ સ્પર્શ તે ૨૦ | (તેમાં વર્ણાદિ ૨૦ બોલમાંથી એક પણ થાય છે)
બોલ પ્રાપ્ત થાય છે.) બોલ નથી.)