________________
શ્રી ભગવતી સૂત્ર–૩
मणजोगे, वयजोगे य चउफासे; कायजोगे अट्ठफासे । सागारोवओगे य अणगारोवओगे य अवण्णा जाव अफासा ।
:- પ્રશ્ન- હે ભગવન્ ! કૃષ્ણ લેશ્યામાં કેટલા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોય છે ?
ઉત્તર– હે ગૌતમ ! દ્રવ્ય લેશ્યાની અપેક્ષાએ પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શ હોય છે અને ભાવલેશ્યાની અપેક્ષાએ વર્ણાદિથી રહિત છે. આ રીતે શુકલલેશ્યા સુધી જાણવું. સમ્યગ્દષ્ટિ, મિથ્યાદષ્ટિ અને સમ્યગ્મિથ્યાદષ્ટિ, ચક્ષુદર્શન, અચક્ષુ દર્શન, અવધિદર્શન, કેવલદર્શન, આભિનિબોધિક-જ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન, મતિ અજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, વિભંગજ્ઞાન, આહાર-સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા, અને પરિગ્રહ સંજ્ઞા, તે સર્વ વર્ણાદિ રહિત છે. ઔદારિક શરીર, વૈક્રિય શરીર, આહારક શરીર અને તૈજસ શરીર આઠ સ્પર્શયુક્ત છે અને કાર્યણ શરી૨, મનોયોગ અને વચન યોગ ચાર સ્પર્શયુક્ત છે. કાયયોગ આઠ સ્પર્શયુક્ત છે. સાકારોપયોગ અને અનાકારોપયોગ તે બંને વર્ણાદિ રહિત છે.
વિવેચનઃ
૭૧૬
ભાવાર્થ:
પ્રસ્તુત સૂત્રાનુસાર લેશ્યાના બે પ્રકાર સ્પષ્ટ થાય છે– દ્રવ્ય લેશ્યા અને ભાવ લેશ્યા. દ્રવ્યલેશ્યા :– તે બાદર પુદ્ગલ પરિણામ રૂપ હોવાથી તેમાં પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શ હોય છે. દ્રવ્ય લેશ્યારૂપી હોય છે.
ભાવલેશ્યા – તે આંતરિક પરિણામ રૂપ હોવાથી તેમાં વર્ણાદિ હોતા નથી. માટે ભાવ લેશ્યા અરૂપી હોય છે.
ત્રણ દષ્ટિ, ચાર દર્શન, પાંચ જ્ઞાન, ચાર સંજ્ઞા, બે ઉપયોગ આદિ આત્મપરિણામરૂપ હોવાથી અરૂપી છે. ઔદારિક આદિ ચાર શરીર અને કાયયોગ પૌદ્ગલિક અને સ્થૂલ હોવાથી તેમાં આઠ સ્પર્શ છે અને કાર્પણ શરીર, મનોયોગ તેમજ વચનયોગ સૂક્ષ્મ હોવાથી તેમાં ચાર સ્પર્શ હોય છે.
સર્વ દ્રવ્યોમાં વર્ણાદિઃ
१८ सव्वदव्वा णं भंते ! कइवण्णा जाव कइफासा पण्णत्ता ।
गोयमा ! अत्थेगइया सव्वदव्वा पंचवण्णा जाव अट्ठफासा पण्णत्ता; अत्थेगइया सव्वदव्वा पंचवण्णा जाव चडफासा पण्णत्ता; अत्थेगइया सव्वदव्वा एगवण्णा एगगंधा एगरसा दुफासा पण्णत्ता; अत्थेगइया सव्वदव्वा अवण्णा जाव अफासा पण्णत्ता । एवं सव्वपएसा वि, सव्वपज्जवा वि । तीयद्धा अवण्णा जाव अफासा पण्णत्ता । एवं अणागयद्धा वि । एवं सव्वद्धा वि ।
ભાવાર્થ:
f:- પ્રશ્ન- હે ભગવન્ ! સર્વ દ્રવ્યોમાં કેટલા વર્ણાદિ હોય છે ?
ઉત્તર– હે ગૌતમ ! કેટલાક દ્રવ્યો પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શયુક્ત હોય છે, કેટલાક દ્રવ્યો પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને ચાર સ્પર્શયુક્ત હોય છે અને કેટલાક દ્રવ્યો એક વર્ણ, એક ગંધ, એક રસ અને બે સ્પર્શ યુક્ત હોય છે તથા કેટલાક દ્રવ્ય વર્ણ, ગંધ રસ અને સ્પર્શરહિત છે.