________________
| ૭૧૪]
શ્રી ભગવતી સૂત્ર-૩
જે રીતે સાતમી પૃથ્વીની વકતવ્યતા કહી છે, તે રીતે યાવત્ પ્રથમ પૃથ્વી સુધી જાણવું જોઈએ, જંબૂદ્વીપ થાવત્ સ્વયંભૂરમણ સમુદ્ર, સૌધર્મકલ્પ યાવત્ ઇષત્પ્રાશ્મારા પૃથ્વી, નૈરયિકવાસ, વૈમાનિકવાસ, આ સર્વ આઠ સ્પર્શવાળા છે. વિવેચન :આકાશાત્તર :- પહેલી અને બીજી નરકની વચ્ચેના આકાશ ખંડને પ્રથમ આકાશાન્તર કહેવાય છે. આ રીતે સાતમી નરક પૃથ્વીની નીચેના આકાશખંડને 'સપ્તમ આકાશાન્તર કહેવાય છે. તેની ઉપર તનુવાત, ઘનવાત અને ઘનોદધિ છે, જે ક્રમશઃ સાતમો તનુવાત, સાતમો ઘનવાન અને સાતમો ઘનોદધિ કહેવાય છે. તેની ઉપર સાતમી નરક પૃથ્વી છે. આ જ ક્રમથી પ્રથમ નરક પૃથ્વી યાવત્ છે.
આકાશાત્તર અમૂર્ત હોવાથી વર્ણાદિ રહિત છે. પરંતુ તનુવાત, ઘનવાત, ઘનોદધિ પૌગલિક હોવાથી મૂર્ત છે, તેમજ બાદર પરિણામવાળા હોવાથી વર્ણાદિ સહિત અને આઠ સ્પર્શી છે. ચોવીસ દંડકોમાં વર્ણાદિ - १३ णेरइया णं भंते ! कइवण्णा जाव कइफासा पण्णत्ता ।। ___ गोयमा ! वेउव्वियतेयाइं पडुच्च पंचवण्णा, पंचरसा, दुग्गंधा, अट्ठफासा पण्णत्ता; कम्मगं पडुच्च पंचवण्णा, पंचरसा, दुगंधा, चउफासा पण्णत्ता; जीवं पडुच्च अवण्णा जाव अफासा पण्णत्ता । एवं जाव थणियकुमारा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નૈરયિકોમાં કેટલા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોય છે?
ઉત્તર- હે ગૌતમ! વૈક્રિય અને તૈજસ શરીરની અપેક્ષાએ તે પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શ હોય છે. કાર્પણ શરીરની અપેક્ષાએ પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને ચાર સ્પર્શ હોય છે અને જીવની અપેક્ષાએ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ રહિત છે. આ રીતે સ્વનિતકુમાર સુધી દશેય અસુરકુમારોનું કથન કરવું જોઈએ. १४ पुढविक्काइयाणं पुच्छा ।
गोयमा ! ओरालिय, तेयगाई पडुच्च पंचवण्णा जाव अट्ठफासा पण्णत्ता; कम्मगं पडुच्च जहा णेरइयाणं; जीवं पडुच्च तहेव । एवं जाव चउरिंदिया; णवरं वाउक्काइया ओरालिय, वेउव्विय, तेयगाई पडुच्च पंचवण्णा जाव अट्ठफासा पण्णत्ता; सेसं जहा णेरइयाणं । पंचिंदियतिरिक्खजोणिया जहा वाउक्काइया । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પૃથ્વીકાયિકમાં કેટલા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોય છે?
ઉત્તર- હે ગૌતમ! ઔદારિક અને તૈજસ શરીરની અપેક્ષાએ પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ અને આઠ સ્પર્શ હોય છે. કાર્પણ શરીરની અપેક્ષાએ નૈરયિકોના કથનની સમાન જાણવું જોઈએ. જીવની