________________
શતક-૧૨: ઉદ્દેશક-૫
૭૧૭ |
અત્યંત સામાન્ય બોધને અવગ્રહ કહે છે. જે રીતે શ્રોતેન્દ્રિય અને શબ્દના પુદ્ગલોનો સંયોગ થતાં કંઈક સંભળાય છે, તેવો બોધ થાય તેને અવગ્રહ કહે છે. ઈહા– અવગ્રહથી જાણેલાં પદાર્થમાં વિશેષ જાણવાની જિજ્ઞાસા થાય, તેને ઈહા કહે છે. જેમ કે આ કોનો અવાજ છે? તે વિષયક વિશેષ વિચાર કરવો તે ઈહા. અવાય ઈહાથી જાણેલા પદાર્થોમાં નિશ્ચયાત્મક બોધ થાય તે અવાય. જેમ કે આ અમુક વ્યક્તિનો જ અવાજ છે, તેવો નિર્ણય કરવો. ધારણા- અવાયથી નિશ્ચિત કરેલા બોધને કાલાન્તર સુધી ધારી રાખવો અર્થાત્ તે બોધને અત્યંત દઢ કરવો કે કાલાન્તરમાં તેનું વિસ્મરણ થઈ ન જાય તે ધારણા છે.
વીર્યાન્તરાય કર્મના ક્ષય કે ક્ષયોપશમથી ઉત્પન્ન થતાં જીવના પરિણામ વિશેષોને ઉત્થાનાદિ કહે છે. તેના સ્પષ્ટીકરણ માટે જુઓ શતક ૧/૩/૧૨ પૃ. ૯૧.
ઔત્પાતિકી બુદ્ધિ આદિ ચાર બુદ્ધિ, અવગ્રહાદિ ચાર, ઉત્થાનાદિ પાંચ, આ સર્વ આત્મપરિણામરૂપ અથવા જીવના ઉપયોગરૂપ છે. તે અમૂર્ત હોવાથી વર્ણાદિથી રહિત છે.
આકાશાન્તરાદિમાં વર્ણાદિ પર્યાય - |११ सत्तमे णं भंते ! ओवासंतरे कइवण्णे जाव कइफासे पण्णत्ते ?
गोयमा ! अवण्णे जाव अफासे पण्णत्ते । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! સાતમા આકાશાન્તરમાં કેટલા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ છે?
ઉત્તર- હે ગૌતમ ! તે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ રહિત છે. १२ सत्तमे णं भंते ! तणुवाए कइवण्णे जाव कइफासे पण्णत्ते ?
गोयमा ! जहा पाणाइवाए, णवरं अट्ठफासे पण्णत्ते । एवं जहा सत्तमे तणुवाए तहा सत्तमे घणवाए, घणोदही, पुढवी । छठे उवासंतरे अवण्णे; तणुवाए जाव छट्ठी पुढवी, एयाइं अट्ठफसाइं । एवं जहा सत्तमाए पुढवीए वत्तव्वया भणिया तहा जाव पढमाए पुढवीए भाणियव्वं । जंबुद्दीवे दीवे जाव सयंभुरमणे समुद्दे, सोहम्मे कप्पे जावईसिपब्भारा पुढवी, णेरइयावासा जाव वेमाणियावासा एयाणि सव्वाणि अट्ठफासाणि । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! સાતમા તનુવાતમાં કેટલા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ છે?
ઉત્તર-હે ગૌતમ! પ્રાણાતિપાતની સમાન કહેવું જોઈએ પરંતુ તેમાં વિશેષતા એ છે કે તેમાં આઠ સ્પર્શ છે. સાતમા તનુવાતની સમાન સાતમો ઘનવાત, ઘનોદધિ અને સાતમી પૃથ્વીનું કથન કરવું જોઈએ. છઠ્ઠો આકાશાન્તર વર્ણાદિ રહિત છે. છઠ્ઠો તનુવાત, ઘનોદધિ અને છઠ્ઠી પૃથ્વી, આ સર્વેમાં આઠ સ્પર્શ છે.