________________
૭૧૨
શ્રી ભગવતી સૂત્ર-૩
ઉત્તર- હે ગૌતમ ! તે સર્વ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી રહિત છે. ८ अह भंते ! उप्पत्तिया वेणइया कम्मिया पारिणामिया; एस णं कइवण्णा जाव कइफासा पण्णत्ता? गोयमा ! अवण्णा जावअफासा पण्णत्ते । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! ઔત્પાતિકી, વનયિકી, કાર્મિકી અને પરિણામિકી બુદ્ધિમાં કેટલા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ છે? ઉત્તર- હે ગૌતમ! તે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી રહિત છે. | ९ अह भंते ! उग्गहे ईहा अवाए धारणा एस णं कइवण्णा जाव कइफासा पण्णत्ता ? गोयमा ! अवण्णा जाव अफासा पण्णत्ता ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા; આ સર્વેમાં કેટલા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ છે? ઉત્તર– હે ગૌતમ! તે સર્વ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી રહિત છે. १० अह भंते ! उट्ठाणे कम्मे बले वीरिए पुरिसक्कारपरक्कमे एस णं कइवण्णे जाव कइफासे पण्णते? गोयमा ! अवण्णे जाव अफासे पण्णत्ते । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! ઉત્થાન, કર્મ, બલ, વીર્ય અને પુરુષાકારપરાક્રમ, આ સર્વેમાં કેટલા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ છે? ઉત્તર- હે ગૌતમ! આ સર્વ વર્ણ, ગંધ રસ અને સ્પર્શથી રહિત છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં જીવના વિવિધ પ્રકારના પરિણામોમાં વર્ણાદિ પર્યાયનું નિરૂપણ છે.
૧૮ પાપસ્થાનની વિરતિના પરિણામ તે જીવના ઉપયોગ સ્વરૂપ છે, આત્મપરિણામ છે. જીવનું સ્વરૂપ અમૂર્ત છે, તે વર્ણાદિથી રહિત છે. તેથી જીવના પરિણામ સ્વરૂપવિરતિના ભાવો પણ વર્ણાદિથી રહિત છે. ચાર પ્રકારની બુદ્ધિઃ- (૧) ઔત્પાતિકા બુદ્ધિ- જે બુદ્ધિ જોયા, સાંભળ્યા કે પૂર્વે વિચાર્યા વિના જ પદાર્થોને તુરંત ગ્રહણ કરીને યોગ્ય કાર્ય સિદ્ધ કરે છે, તેને ઔત્પાતિકા બુદ્ધિ કહે છે. હાજરજવાબી બુદ્ધિ ઔત્પાતિકા બુદ્ધિ છે. (૨) વૈનાયિકા બુદ્ધિ- ગુર્નાદિકની સેવા-સુશ્રુષા કરવાથી પ્રાપ્ત થતી બુદ્ધિ વૈયિકા બુદ્ધિ કહેવાય છે. (૩) કાર્મિકા બુદ્ધિ- કર્મ અર્થાત્ સતત અભ્યાસ અને વિચારથી વિસ્તૃત થતી બુદ્ધિ કાર્મિકા છે. જે રીતે સુથાર, લુહાર કોઈ પણ કારીગર કામ કરતાં કરતાં ઉત્તરોત્તર પોતાના કાર્યમાં દક્ષ થઈ જાય, તે કાર્મિકા બુદ્ધિ છે. (૪) પારિણામિકાબહિ-વય પરિણત થતાં જે બુદ્ધિ પ્રાપ્ત થાય તેને પરિણામિકા બુદ્ધિ કહે છે. અતિ દીર્ઘકાલ સુધી પૂર્વાપર પદાર્થોના જોવા આદિથી પ્રાપ્ત થતી બુદ્ધિ અથવા વયોવૃદ્ધ વ્યક્તિને દીર્ઘકાલના સંસારના અનુભવથી પ્રાપ્ત થતી બુદ્ધિ, તે પારિણામિકા બુદ્ધિ છે.
મતિજ્ઞાનના ચાર ભેદ – અવગ્રહ– ઇન્દ્રિય અને મનના માધ્યમે યોગ્ય સ્થાનમાં રહેલા પદાર્થોના