________________
શતક-૧૨: ઉદ્દેશક-૫
૭૧૧ |
વિપરીત અર્થ કરવો (૧૫) સાતિયોગ- ઉત્તમ પદાર્થની સાથે હીન પદાર્થ મેળવી દેવો. (૯) લોભ :- મમત્વને લોભ કહે છે. તેના સોળ પર્યાયવાચી શબ્દો છે– (૧) લોભ- “લોભ” આ સામાન્યવાચી નામ છે (૨) ઇચ્છા- કોઈ વસ્તુને પ્રાપ્ત કરવાની અભિલાષા (૩) મૂ– પ્રાપ્ત થયેલી વસ્તુઓની રક્ષા માટે નિરંતર અભિલાષા કરવી (૪) કાંક્ષા- અપ્રાપ્ત વસ્તુને પ્રાપ્ત કરવાની ઇચ્છા (૫) ગૃદ્ધિ પ્રાપ્ત વસ્તુઓ પર આસક્તિભાવ () તૃષ્ણા- પ્રાપ્ત વસ્તુનો વ્યય ન થાય તેવી ઇચ્છા (૭) ભિધ્યા– વિષયોનું ધ્યાન, વિષયોમાં એકાગ્રતા (૮) અભિધ્યા– ચિત્તની ચંચળતા (૯) આશંસના- ઇષ્ટ પદાર્થની ઇચ્છા (૧૦) પ્રાર્થના- બીજા પાસેથી ઇષ્ટ પદાર્થની યાચના (૧૧) લાલપનતા– વિશેષરૂપે બોલીને પ્રાર્થના કરવી (૧૨) કામાશા-ઇષ્ટ શબ્દ અને ઇષ્ટ રૂપને પ્રાપ્ત કરવાની ઇચ્છા (૧૩) ભોગાશાઇષ્ટ ગંધાદિને પ્રાપ્ત કરવાની ઇચ્છા કરવી (૧૪) જીવિતાશા-જીવનની અભિલાષા કરવી (૧૫) મરણાશાવિપત્તિના સમયે મરણની અભિલાષા કરવી (૧૬) નંદીરાગ- સમૃદ્ધિમાં હર્ષિત થવું.
(૧૦) પેજ- પ્રેમ-પુત્રાદિ સ્વજન પરનો સ્નેહ. (૧૧) દ્વેષ- અપ્રીતિ. (૧૨)કલહ- મોટા શબ્દોથી અન્ય સામે ગમે તેમ બોલવું અથવા વાગ્યુદ્ધ. (૧૩) અભ્યાખ્યાન- પ્રગટરૂપે અવિદ્યમાન દોષોનો આરોપ કરવો અથવા મિથ્યા કલંક ચડાવવું. (૧૪) પૈશુન્ય- ચાડી-ચૂગલી કરવી અથવા પીઠ પાછળ કોઈના દોષ પ્રગટ કરવા. (૧૫) પરપરિવાદ- નિંદા કરવી, બીજાની ભલાઈ ન કરવી.
(૧) અરતિ-રતિ- મોહનીય કર્મના ઉદયથી પ્રતિકુળ વિષયોની પ્રાપ્તિ થતા જે ઉદ્વેગ થાય તે અરતિ’ અને અનુકૂળ વિષયોની પ્રાપ્તિમાં જે આનંદરૂપ પરિણામ થાય તે ‘રતિ’ છે. જીવને એક વિષય પર જ્યારે રતિ થાય ત્યારે અન્ય વિષય પર સહેજે અરતિ થાય છે. બંને ભાવો પ્રાયઃ સાથે જ હોય છે. તેથી બંનેને એક પાપસ્થાનક ગયું છે. (૧૭) માયામૃષા- માયાપૂર્વક જૂઠું બોલવું. (૧૮) મિથ્યાદર્શનશલ્ય- વિપરીત શ્રદ્ધા. જે રીતે શરીરમાં શુભેલું શલ્ય સદા કષ્ટ આપે છે, તે જ રીતે મિથ્યાદર્શન પણ આત્માને દુઃખી બનાવે છે. અઢારે પાપસ્થાનકમાં મિથ્યાદર્શન શલ્ય તે વિશિષ્ટપાપ છે.
આ અઢારે પાપસ્થાનક કર્મજન્ય ભાવો છે અને કર્મ પૌલિક છે, તેથી શ્રી ગૌતમે તેમાં વર્ણાદિ વિષયક પ્રશ્ન કર્યો છે તેમાં પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને ચાર સ્પર્શ હોય છે. કાશ્મણ વર્ગણા સૂક્ષ્મ પરિણામી હોવાથી તેમાં ચાર સ્પર્શ (શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ) હોય છે. પાપસ્થાનવિરતિ આદિ જીવ પરિણામોમાં વર્ણાદિ પર્યાય - | ७ अह भंते ! पाणाइवायवेरमणे जाव परिग्गहवेरमणे; कोहविवेगे जाव मिच्छादसणसल्लविवेगे; एस शंकइवण्णे जावकइफासे पण्णत्ते?
યમાં !અવળે, અધે, અરણે, બાપા . ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પ્રાણાતિપાત વિરમણથી પરિગ્રહ વિરમણ, ક્રોધ વિવેક(ક્રોધ ત્યાગ) થી મિથ્યાદર્શનશલ્ય વિવેક પર્યંતના આ સર્વેમાં કેટલા વર્ણ, ગંઘ, રસ અને સ્પર્શ છે?