________________
શ્રી ભગવતી સૂત્ર–૩
(૨) મૃષાવાદ – ક્રોધ, લોભ, ભય અને હાસ્યથી અસત્ય, અપ્રિય અને અહિતકારી વચન બોલવું તે કૃપાવાદ છે.
(૩) અદત્તાદાન : સ્વામીની આજ્ઞા વિના કંઈ પણ લેવું તે અદત્તાદાન છે
(૪) મૈથુન :– વિષય-વાસનાથી પ્રેરિત સ્ત્રી-પુરુષના સંયોગને મૈથુન કહેવાય છે.
(૫) પરિગ્રહ :– મૂર્છાભાવ કે આસક્તિભાવને પરિગ્રહ કહે છે. ધન, ધાન્ય, કંચનાદિ નવ પ્રકારના બાણ પરિગ્રહ અને રાગ દ્વેષાદિ ચૌદ પ્રકારના આભ્યતર પરિગ્રહ છે.
૭૧૦
(૬) ક્રોધ :– ક્રોધના પરિણામને ઉત્પન્ન કરનાર કર્મને ક્રોધ કહે છે. તેના દર્શ પર્યાયવાચી નામ છે. (૧) ક્રોધ– અપ્રીતિરૂપ પરિણામ છે (૨) કોપ– ક્રોધના ઉદયથી પોતાના સ્વભાવથી ચલિત થવું તે કોપ છે (૩) રોષ– ક્રોધની પરંપરા (૪) દોષ-દ્વેષ- પોતાને તથા બીજાને દોષિત કરવા (૫) અક્ષમા- અન્ય દ્વારા કરેલા અપરાધને સહન ન કરવા (૬) સંજવલન- વારંવાર ક્રોધથી પ્રજવલિત થવું. (૭) કલહ-વાગ્યુદ્ધપરસ્પર અનુચિત સંભાષણ કરવું (૮) ચાંડિક્ય- રૌદ્રરૂપ ધારણ કરવું (૯) ભંડન-દંડ, શસ્ત્ર આદિથી યુદ્ધ કરવું, (૧૦) વિવાદ- પરસ્પર વિરુદ્ધ વચન બોલીને ઝગડો કરવો.
=
(૭) માન – પોતાને અન્યથી ઉત્કૃષ્ટ માનવું તે માન છે. તેના બાર પર્યાયવાચી શબ્દો છે– (૧) માન– અભિમાનના પરિણામને ઉત્પન્ન કરનાર કષાય માન કહેવાય છે (૨) મદ– મદ કરવો (૩) દર્પ– ઘમંડમાં ચકચૂર થવું (૪) સ્તંભ- સ્તંભની જેમ કઠોર બનવું, નમ્ર ન થવું (પ) ગર્વ- અહંકાર (૬) આત્મોત્કર્ષપોતાને બીજાથી ઉત્કૃષ્ટ માનવા, બતાવવા (૭) પરપરિવાદ– બીજાની નિંદા કરવી, ‘પરપરિપાત’ અન્યને ઉચ્ચગુણોથી પર્તિત કરવા (૮) ઉત્કર્ષ–ક્રિયાથી પોતાને ઉત્કૃષ્ટ માનવા, અભિમાનપૂર્વક પોતાની સમૃદ્ધિ પ્રગટ કરવી (૯) અપકર્ષ- સ્વયંથી અન્યને તુચ્છ બતાવવા (૧૦) ઉન્નત– વિનયનો ત્યાગ કરવો, ‘ઉન્નય’ અભિમાનથી નીતિનો ત્યાગ કરીને અનીતિમાં પ્રવૃત્ત થવું (૧૧) ઉન્નામ- વંદનીય પુરુષને પણ વંદન ન કરવા, તેના પ્રતિ સદ્ભાવ ન રાખવો (૧૨) દુર્નામ– વંદનીય પુરુષને પણ અભિમાનપૂર્વક અવિધિથી વંદન કરવા– આ સર્વ માનના એકાથૅક શબ્દ છે.
(૮) માયા ઃ— તેના પંદર પર્યાયવાચી નામ છે– (૧) માયા- 'માયા' આ સામાન્ય વાચક નામ છે (ર) ઉપધિ– કોઈને ઠગવા માટે પ્રવૃત્તિ કરવી (૩) નિકૃતિ- કોઈ સાથે આદર-સત્કાર કરીને પછી તેનીસાથે માયા કરવી અથવા એક માયાચાર છુપાવવા માટે બીજો માયાચાર કરવો (૪) વલય– કોઈને પોતાની જાળમાં ફસાવવા માટે મીઠા વચન બોલવા (૫) ગહન- અન્યને ઠગવા માટે અવ્યક્ત શબ્દોનું ઉચ્ચારણ કરવું, અથવા ગહનને ગૂઢ અર્થવાળા શબ્દોનો પ્રયોગ કરીને અન્યને જાળમાં ફસાવવા (૬) નુમ- માયાપૂર્વક નીચતાનો આશ્રય લેવો (૭) કલ્ક– હિંસાકારી ઉપાયોથી બીજાને ઠગવા (૮) કુરૂપા–નિંદનીય પ્રવૃત્તિથી મોહ ઉત્પન્ન કરીને ઠગવાની પ્રવૃત્તિ કરવી (૯) જિન્નતા- કુટિલતાપૂર્વક ઠગવાની પ્રવૃત્તિ (૧૦) કિક્વિષ– કિલ્વિષી જેવી તુચ્છ પ્રવૃત્તિ કરવી (૧૧) આદરણતા– માયાચારથી કોઈનો આદર ન કરવો, ઠગવા માટે અનેક પ્રકારની આદર સત્કારની ક્રિયાઓ કરવી (૧૨) ગૃહનતા– પોતાના સ્વરૂપને છુપાવવું (૧૩) વંચનતા— બીજાને ઠગવા (૧૪) પ્રતિક્રુચનતા– સરલ ભાવે કહેલા અન્યના વાક્યનું ખંડન કરવું અથવા