________________
[ ૧૦ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
गब्भवक्कंतियमणुस्स पंचिंदिय-पओगपरिणया । ભાવાર્થ – પ્રશ્ર– હે ભગવન્! મનુષ્ય પંચેન્દ્રિય પુગલોના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે ગૌતમ! મનુષ્ય પંચેન્દ્રિય પ્રયોગ પરિણત યુગલોના બે પ્રકાર છે. યથા- સંમૂર્છાિમ મનુષ્ય પંચેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલ અને ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય પ્રયોગ પરિણત યુગલ. १४ देवपंचिंदिय-पओगपरिणयाणं, पुच्छा ?
गोयमा ! चउव्विहा पण्णत्ता, तं जहा- भवणवासि- देवपंचिंदियपओगपरिणया, एवं जाव वेमाणिया । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! દેવ પંચેન્દ્રિય પ્રયોગ પરિણત યુગલોના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે ગૌતમ ! તેના ચાર પ્રકાર છે. યથા- ભવનવાસી દેવ પંચેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલ યાવતુ વૈમાનિક દેવ પંચેન્દ્રિય પ્રયોગ પરિણત પુગલ. १५ भवणवासिदेव-पंचिंदिय-पओगपरिणयाणं, पुच्छा ?
गोयमा ! दसविहा पण्णत्ता, तं जहा- असुरकुमारदेव-पंचिंदियपओगपरिणया जाव थणियकुमारदेव-पचिदिय-पओगपरिणया । एवं एएण अभिलावेणं अट्ठविहा वाणमंतरा तं जहा- पिसाया जाव गंधव्वा । पंचविहा जोइसिया, तं जहा- चंदविमाण-जोइसियदेव-पंचिंदिय-पओगपरिणया जाव ताराविमाण-जोइसियदेव- पंचिदिय-पओगपरिणया । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવાન ! ભવનવાસી દેવ પંચેન્દ્રિય પ્રયોગ પરિણત પગલોના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે ગૌતમ! ભવનવાસી દેવ પંચેન્દ્રિય પ્રયોગ પરિણત પુગલોના દસ પ્રકાર છે, યથા– અસુરકુમાર દેવ પંચેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલ યાવત્ સ્વનિતકુમાર દેવ પંચેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલ.
આ જ રીતે વાણવ્યંતર દેવ પ્રયોગ પરિણત પુદ્ગલોના આઠ પ્રકાર છે, યથા- પિશાચ યાવત્ ગંધર્વ વાણવ્યંતર દેવપ્રયોગ પરિણત યુગલ.
આ જ રીતે જ્યોતિષી દેવ પ્રયોગ પરિણત યુગલોના પણ પાંચ પ્રકાર છે, યથા– ચંદ્રવિમાન જ્યોતિષી દેવ પ્રયોગ પરિણત પુદ્ગલ યાવત્ તારાવિમાન જ્યોતિષીદેવ પ્રયોગ પરિણત પુદ્ગલ. १६ वेमाणिया पओगपरिणया दुविहा पण्णत्ता, तं जहा- कप्पोवग-वेमाणिय पओगपरिणया, कप्पाईयवेमाणिय-पओगपरिणया । कप्पोवगवेमाणिय