________________
શતક-૧૨: ઉદ્દેશક-૫
૭૦૭
શિતક-૧ર : ઉદ્દેશક-પી.
સંક્ષિપ્ત સાર
જે
આ ઉદ્દેશકમાં રૂપી-અરૂપીના બોલનું નિરૂપણ છે. જેમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ નથી તેને અરૂપી કહે છે. જે પરિણામ આત્મ સ્વરૂપ હોય તે અરૂપી હોય છે. આત્મા અરૂપી હોવાથી તેના પરિણામ પણ અરૂપી હોય છે. ૧૮ પાપસ્થાન વિરતિ, ૧૨ ઉપયોગ, ૬ ભાવલેશ્યા, ૪ બુદ્ધિ, ૪ અવગ્રહાદિ, ૩ દષ્ટિ, ૫ ઉત્થાનાદિ, ૪ સંજ્ઞા અરૂપી છે. તે ઉપરાંત ધર્માસ્તિકાયાદિ પાંચ દ્રવ્ય અરૂપી છે. કુલ ૬૧ બોલ વર્ણાદિથી રહિત અરૂપી છે. જેમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોય છે તેને રૂપી કહે છે. છ દ્રવ્યોમાં પુદ્ગલાસ્તિકાય જ રૂપી છે. તેમાં જે સૂક્ષ્મ પરિણામી સ્કંધ હોય તે ચઉસ્પર્શી-ચાર સ્પર્શવાળા હોય છે, ૧૮ પાપસ્થાનક, કાર્મણ શરીર, મનોયોગ, વચનયોગ અને સૂક્ષ્મ પ્રદેશી સ્કંધ આ ૩૦ બોલમાં પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને ચાર સ્પર્શ(સ્નિગ્ધ, રૂક્ષ, શીત, ઉષ્ણ) હોય છે. બાદર પરિણામી સ્કંધ અષ્ટસ્પર્શી હોય છે. છ દ્રવ્ય વેશ્યા, દારિક આદિ ચાર શરીર, કાયયોગ, બાદર સ્કંધ, ઘનવાત, તનુવાત, ઘનોદધિ આ ૧૫ બોલમાં પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શ હોય છે. સૂત્રકારે ૧૮ પાપસ્થાનકમાં ક્રોધાદિ ચારે કષાયના પર્યાયવાચી નામનો ઉલ્લેખ કરી તેનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે.
ક્રોધના ૧૦નામ છે– ક્રોધ, કોપ, રોષ, દોષ, અક્ષમા, સંજ્વલન, કલહ, ચાંડિક્ય, લંડન, વિવાદ.
માનના ૧૨ નામ છે– માન, મદ, દર્પ, સ્તંભ, ગર્વ, આત્મોત્કર્ષ પર પરિવાદ, ઉત્કર્ષ, અપકર્ષ, ઉન્નત, ઉન્નામ, દુર્નામ.
માયાના ૧૫ નામ છે- માયા, ઉપધિ, નિકૃતિ, વલય, ગહન, નૂમ, કલંક, કુરૂપ, જિલંતા, કિલ્વેિષ, આદરણતા, ગૃહનતા, વંચનતા, પ્રતિકુંચનતા, સાતિયોગ.
લોભના ૧૬ નામ છે– લોભ, ઇચ્છા, મૂચ્છ, કાંક્ષા, ગૃદ્ધિ, તૃષ્ણા, ભિધ્યા, અભિધ્યા, આશંસના, પ્રાર્થના, લાલપનતા, કામાશા, ભોગાશા, જીવિતાશા, મરણાશા, નંદિરાગ. ૧૮ પાપસ્થાનના સેવનથી જીવ કર્મબંધ કરે છે અને કર્મોથી જ જીવ વિવિધ ગતિમાં, જાતિમાં જન્મ-મરણ કરે છે અને તેનાથી જ જગતની વિચિત્રતા થાય છે.
આ રીતે જગતના પ્રત્યેક પદાર્થોનું રૂપી અને અરૂપીમાં વિભાજન કરતા ઉદ્દેશક પૂર્ણ થાય છે.