________________
૭૦૬ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
વિવેચન :
આ સાતે પગલ પરાવર્તનોમાં જીવને સર્વથી થોડા વૈક્રિય પુદ્ગલ પરાવર્તન થાય છે. કારણ કે તેનો નિષ્પત્તિકાલ સર્વથી અધિક છે. તેનાથી વચન પુલ પરાવર્તન અનંતગુણા છે કારણ કે તે તેનાથી અલ્પતરકાલમાં નિષ્પન્ન થાય છે. આ રીતે તેના નિષ્પત્તિકાલ અનુસાર તેના અલ્પબદુત્વને વિપરીત ક્રમથી સમજી શકાય છે. યથા- વચન પુલ પરાવર્તનથી ક્રમશઃ મન, શ્વાસોચ્છવાસ, ઔદારિક, તૈજસ અને કાશ્મણ પુગલ પરાવર્તન અનંત ગુણા થાય છે.
વિશેષ જ્ઞાતવ્ય :- જીવોનો સંસાર ભ્રમણ કાલ, કાયસ્થિતિ આદિ બોલ વૈક્રિય પુગલ પરાવર્તનની અપેક્ષાએ સમજવા જોઈએ. અન્ય છ પુગલ પરાવર્તન કેવળ ય માત્ર જ છે.
છે શતક-૧૨,૪ સંપૂર્ણ છે ?