________________
શતક–૧૨ : ઉદ્દેશક-૪
૭૦૫
(૩) તેનાથી ઔદારિક પુદ્ગલ પરાવર્તનકાલ અનંતગુણો અધિક છે કારણ કે ઔદારિક યોગ્ય પુદ્ગલોનું ગ્રહણ મનુષ્ય-તિર્યંચ ગતિમાં જ થાય છે. તેથી તેમાં અધિક કાલ વ્યતીત થાય છે.
(૪) તેનાથી શ્વાસોચ્છ્વાસ પુદ્ગલ પરાવર્તનકાલ અનંતગુણો અધિક છે. યદ્યપિ ઔદારિક, પુદ્ગલોનું ગ્રહણ દસ દંડકમાં છે અને શ્વાસોચ્છ્વાસના પુદ્ગલોનું ગ્રહણ ૨૪ દંડકમાં છે, તેમ છતાં અપર્યાપ્ત અવસ્થામાં તેનું ગ્રહણ થતું નથી. તે ઉપરાંત પર્યાપ્તાવસ્થામાં પણ દેવો દીર્ઘકાલે શ્વાસ ગ્રહણ કરે છે અને છોડે છે. આ રીતે ઔદારિક પુદ્ગલોની અપેક્ષાએ અલ્પ પરિમાણમાં તેનું ગ્રહણ થતું હોવાથી તેનો નિષ્પત્તિકાલ પૂર્વથી અનંતગુણો અધિક છે.
(૫) તેનાથી મનપુદ્ગલ પરાવર્તન નિષ્પત્તિકાલ અનંતગુણો અધિક છે. કારણ કે એકેન્દ્રિયાદિ જીવોને મન નથી અને એકેન્દ્રિયાદિની કાયસ્થિતિ દીર્ઘકાલની છે. જીવ ત્યાં જાય પછી દીર્ઘકાલ પર્યંત તેને મનની પ્રાપ્તિ થતી નથી. તેથી મનપુદ્ગલ પરાવર્તનનો નિષ્પત્તિકાલ અનંતગુણો છે.
(૬) તેનાથી વચન પુદ્ગલ પરાવર્તન નિષ્પત્તિકાલ અનંતગુણો અધિક છે. કારણ કે જીવોને મનોયોગ અધિક સમય રહે છે અને વચન યોગ અલ્પ સમય રહે છે. તેથી તેનો નિષ્પત્તિકાલ અધિક છે.
(૭) તેનાથી વૈક્રિય પુદ્ગલ પરાવર્તન નિષ્પત્તિકાલ અનંતગુણો છે. કારણ કે વૈક્રિય શરીરની પ્રાપ્તિ દીર્ઘકાલે થાય છે.
પુદ્ગલ પરાવર્તનોનું અલ્પબહુત્વ :
५२ एएसि णं भंते ! ओरालियपोग्गलपरियट्टाणं जाव आणापाणुपोग्गल-परियट्टाण य करे करेहिंतो अप्पा वा जाव विसेसाहिया वा ?
गोयमा ! सव्वत्थोवा वेडव्वियपोग्गलपरियट्टा, वइपोग्गलपरियट्टा अणंतगुणा, मणपोग्गलपरियट्टा अणंतगुणा, आणापाणुपोग्गलपरियट्टा अणंतगुणा, ओरालियपोग्गल- परियट्टा अणंतगुणा, तेयापोग्गलपरियट्टा अणंतगुणा, જમ્નાપોલિવિદા અનંતનુળા । ।। સેવ મતે ! સેવ મંતે ! ॥
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! ઔદારિક પુદ્ગલ પરાવર્તનથી શ્વાસોચ્છ્વાસ પર્યંતના પુદ્ગલ પરાવર્તનોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ?
ઉત્તર– હે ગૌતમ ! સર્વથી થોડા વૈક્રિય પુદ્ગલ પરાવર્તન છે, તેનાથી વચન પુદ્ગલ પરાવર્તન અનંતગુણા છે, તેનાથી મનપુદ્ગલ પરાવર્તન અનંતગુણા છે, તેનાથી આનપાન પુદ્ગલ પરાવર્તન અનંતગુણા છે, તેનાથી ઔદારિક પુદ્ગલ પરાવર્તન અનંત ગુણા છે, તેનાથી તૈજસ પુદ્ગલ પરાવર્તન અનંતગુણા છે અને તેનાથી પણ કાર્મણ પુદ્ગલ પરાવર્તન અનંતગુણા છે. II હે ભગવન્ ! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. II