________________
૭૦૪
શ્રી ભગવતી સૂત્ર-૩
પૂર્વગૃહિત પુદ્ગલોની ગણના થતી નથી. જીવ દ્વારા અગૃહીત પુદ્ગલોની અર્થાત્ પૂર્વગૃહીત પુદ્ગલો પુનઃ ગ્રહણ થાય તો તે ગણનામાં લેવાતા નથી. નવા પુદ્ગલ ગ્રહણ થાય, તેની જ ગણના થાય છે અને તેને ગ્રહણ કરવામાં અનંતકાલ વ્યતીત થાય છે. પુદ્ગલ પરાવર્તનકાલનો અલ્પબદુત્વઃ
५१ एयस्स णं भंते ! ओरालियपोग्गलपरियट्ट-णिव्वत्तणा-कालस्स, वेउव्विय पोग्गल- परियट्ट-णिव्वत्तणा-कालस्स जाव आणापाणु- पोग्गलपरियट्ट. णिव्वत्तणा-कालस्स कयरे कयरेहिंतो अप्पा वा जाव विसेसाहिया वा ?
गोयमा! सव्वत्थोवे कम्मग-पोग्गलपरियट्ट-णिव्वत्तणाकाले, तेयापोग्गलपरियट्ट-णिव्वत्तणाकाले अणंतगुणे, ओरालिय-पोग्गल- परियट्टणिवत्तणाकाले अणंतगुणे, आणापाणु-पोग्गलपरियट्टणिवत्तणाकाले अणंतगुणे, मणपोग्गल-परियट्ट-णिवत्तणाकाले अणंतगुणे, वइपोग्गल-परियट्ट-णिवत्तणाकाले अणंतगुणे वेउव्विय-पोग्गलपरियट्टणिव्वत्तणाकाले अणंतगुणे । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ઔદારિક પુદ્ગલ પરાવર્તન નિષ્પત્તિકાલ, વૈક્રિય પુદ્ગલ પરાવર્તન નિષ્પત્તિકાલ યાવત્ શ્વાસોચ્છવાસ પુલ પરાવર્તન નિષ્પત્તિકાલ, આ સાતમાંથી કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે?
ઉત્તર- હે ગૌતમ ! સર્વથી થોડો કાર્મણ પુલ પરાવર્તન નિષ્પત્તિકાલ છે, તેનાથી તૈજસ પુદ્ગલ પરાવર્તન નિષ્પત્તિકાલ અનંતગુણો અધિક છે. તેનાથી ઔદારિક પુદ્ગલ પરાવર્તન નિષ્પત્તિકાલ અનંતગુણો છે અને તેનાથી શ્વાસોચ્છવાસ પદુગલ પરાવર્તન નિષ્પત્તિકાલ અનંતગણો છે, તેનાથી મનપુદ્ગલ પરાવર્તન નિષ્પત્તિકાલ અનંતગુણો છે. તેનાથી વચન પુદ્ગલ પરાવર્તન નિષ્પત્તિકાલ અનંતગુણો છે, તેનાથી વૈક્રિય પુલ પરાવર્તન નિષ્પત્તિકાલ અનંતગુણો છે. વિવેચન :(૧) સર્વથી થોડો કાર્મણ પુદ્ગલ પરાવર્તન નિષ્પત્તિ કાલ છે. કારણ કે પ્રત્યેક સંસારી જીવ સમયે સમયે એક સાથે અનંતાનંત કામણ વર્ગણાના પરમાણુઓનું ગ્રહણ કરે છે, તેથી અલ્પકાલમાં જ સર્વ કાર્પણ વર્ગણાના પુદ્ગલોનું ગ્રહણ થઈ જાય છે. (૨) તેનાથી તૈજસ પુદ્ગલ પરાવર્તન નિષ્પત્તિકાલ અનંતગુણો અધિક છે કારણ કે કાશ્મણ પુદ્ગલોની અપેક્ષાએ તૈજસ વર્ગણાના પુદ્ગલોનું અલ્પ ગ્રહણ થાય છે, આ યુગલો સમસ્ત સંસારી જીવો ગ્રહણ કરે છે છતાં આ પુદ્ગલોનું ગ્રહણ નિરંતર થતું નથી. તેથી કાર્પણ પુગલ પરાવર્તન કરતા તૈજસ પુદ્ગલ પરાવર્તનમાં અનંતગુણો અધિક કાલ વ્યતીત થાય છે.