________________
શતક–૧૨ : ઉદ્દેશક-૪
રસાનુભવ કર્યો છે, પરિયાત્ત-સર્વ અવયવોથી રસાનુભવ કર્યો છે, તેને અન્ય રૂપે પરિણામિત કર્યા છે, નિર્જીર્ણ-ક્ષીણ રસવાળા કર્યા છે, નિઃસૃત-જીવ પ્રદેશોમાંથી તેને પૃથક્ કર્યા છે, નિઃસૃષ્ટ– તેથી જીવ પ્રદેશો દ્વારા તે પૃથક્ થયા છે. તેથી હે ગૌતમ ! ઔદારિક પુદ્ગલ પરાવર્તનને ઔદારિક પુદ્ગલ પરાવર્તન કહે છે. આ રીતે વૈક્રિય પુદ્ગલ પરાવર્તન પણ કહેવું જોઈએ, પરંતુ તેમાં વિશેષતા એ છે કે વૈક્રિય શરીરમાં રહેલા જીવે વૈક્રિય શરીર યોગ્ય પુદ્ગલો ગ્રહણ આદિ કર્યા છે, તે પ્રમાણે કહેવું જોઈએ. શેષ પૂર્વવત્ જાણવું. આ રીતે શ્વાસોચ્છ્વાસ પુદ્ગલ પરાવર્તન સુધી કહેવું જોઈએ. પરંતુ ત્યાં શ્વાસોચ્છ્વાસ યોગ્ય સર્વ દ્રવ્યોને શ્વાસોચ્છ્વાસપણે ગ્રહણાદિ કર્યા, ઇત્યાદિ કહેવું જોઈએ. શેષ કથન પૂર્વવત્ છે.
વિવેચન :
૭૦૩
પ્રસ્તુત સૂત્રમાં ઔદારિક પુદ્ગલ પરાવર્તન સંબંધી તેર પ્રક્રિયાને સમજાવી છે. જે ભાવાર્થથી સ્પષ્ટ છે. (૧) ગૃહીત (૨) બદ્ઘ (૩) સ્પષ્ટ અથવા પૃષ્ટ (૪) કૃત (૫) પ્રસ્થાપિત (૬) નિવિષ્ટ (૭) અભિનિવિષ્ટ (૮) અભિસમન્વાગત (૯) પ્રસ્થાપિત (૧૦) પરિણામિત (૧૧) નિર્જીર્ણ (૧૨) નિઃસૃત (૧૩) નિઃસૃષ્ટ. આ સર્વ ક્રિયાઓ ઔદારિક શરીર યોગ્ય દ્રવ્યોમાં જ થાય છે, તેથી તેને ઔદારિક પુદ્ગલ પરાવર્તન કહેવાય છે. આ ક્રિયાઓમાં 'નહિયારૂં' આદિ ચાર ક્રિયાપદ ઔદારિક પુદ્ગલોના ગ્રહણ વિષયક છે, ત્યાર પછી 'પટ્ટવિવારૂં' આદિ પાંચ ક્રિયાપદ તે પુદ્ગલોની સ્થિતિ વિષયક છે અને અંતિમ ચાર 'રિગામિયાફ' આદિ ક્રિયાપદો ઔદારિક પુદ્ગલોને આત્મપ્રદેશોથી પૃથક્ કરવાના અર્થમાં પ્રયુક્ત થયા છે.
અન્ય સર્વ પુદ્ગલ પરાવર્તનોની પ્રક્રિયા પણ ઔદારિકવત્ સમજવી જોઈએ. તેમાં તે તે વર્ગણાના પુદ્ગલોનું ગ્રહણ થાય છે.
પુદ્ગલ પરાવર્તનનો નિર્વર્તનકાલ :
५० ओरालियपोग्गलपरियट्टे णं भंते ! केवइकालस्स णिव्वत्तिज्जइ ?
गोयमा ! अणंताहिं उस्सप्पिणि- ओसप्पिणीहिं, एवइकालस्स णिव्वित्तिज्जइ । एवं वेडव्वियपोग्गलपरियट्टे वि । एवं जाव आणापाणुपोग्गलपरियट्टे वि । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! ઔદારિક પુદ્ગલ પરાવર્તન કેટલા કાલમાં નિર્વર્તિત થાય છે ?
ઉત્તર– હે ગૌતમ ! અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી કાલમાં નિર્વર્તિત થાય છે, આ રીતે વૈક્રિય પુદ્ગલ પરાવર્તનથી શ્વાસોચ્છ્વાસ પુદ્ગલ પરાવર્તન સુધી જાણવું.
વિવેચન :
ઔદારિક આદિ સાતે પુદ્ગલ પરાવર્તનને પૂર્ણ થતાં અનંતકાલ વ્યતીત થાય છે, કારણ કે પ્રત્યેક વર્ગણાના પુદ્ગલ દ્રવ્યો અનંતાનંત છે અને તેનો ગ્રાહક જીવ એક જ છે. કોઈ પણ પુદ્ગલ પરાવર્તનમાં