________________
૭૦૨ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
પુદ્ગલ પરિવર્તન કહેવા જોઈએ. જ્યાં જે પુદ્ગલ ગ્રહણની યોગ્યતા હોય, ત્યાં તેના અતીત અને અનાગત પગલ પરાવર્તન અનંત કહેવા જોઈએ અને જ્યાં જે પુદગલ ગ્રહણની યોગ્યતા ન હોય, ત્યાં તેના અતીત અને અનાગતકાલ બંનેમાં કહેવા ન જોઈએ, યાવત (પ્રશ્ન) હે ભગવનું ! વૈમાનિકોમાં વૈમાનિકભવમાં કેટલા શ્વાસોચ્છવાસ પુદ્ગલ પરાવર્તન થયા છે? (ઉત્તર) હે ગૌતમ! અનંત થયા છે. (પ્રશ્ન) હે ભગવન્! ભવિષ્યમાં કેટલા થશે? (ઉત્તર) હે ગૌતમ ! અનંત થશે.
વિવેચન :
પૂર્વસૂત્રોમાં એકત્વની અપેક્ષાએ જે રીતે પ્રતિપાદન કર્યું છે, તે જ રીતે બહુત્વની અપેક્ષાએ પણ કથન કરવું જોઈએ. પુગલ પરાવર્તનનું સ્વરૂપ -
४९ से केणद्वेणं भंते ! एवं वुच्चइ- ओरालियपोग्गलपरियट्टे, ओरालियपोग्गल- परियट्टे ?
गोयमा ! जण्णं जीवेणं ओरालियसरीरे वट्टमाणेणं ओरालियसरीर पाओग्गाई दव्वाइं ओरालियसरीरत्ताए गहियाई, बद्धाइं, पुट्ठाई, कडाई, पट्ठवियाई, णिविट्ठाई, अभिणिविट्ठाई, अभिसमण्णागयाइं, परियाइयाई, परिणामियाई, णिज्जिणाई, णिसिरियाई, णिसिट्ठाई भवति; से तेण?ण गोयमा ! एवं वुच्चइ- ओरालियपोग्गलपरियट्टे ओरालियपोग्गलपरियट्टे ।
एवं वेउव्वियपोग्गलपरियट्टे वि, णवरं वेउव्वियसरीरे वट्टमाणेणं वेउव्वियसरीर पाओग्गाइं दव्वाइं वेउव्वियसरीरत्ताए गहियाई सेसं तं चेव सव्वं, एवं जाव आणापाणुपोग्गल- परियट्टे, णवरं आणापाणुपाओग्गाई सव्वदव्वाई आणापाणुत्ताए गहियाई, सेसं तं चेव । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ઔદારિક પુલ પરાવર્તનને તે ઔદારિક પુલ પરાવર્તન શા માટે કહે છે? (અર્થાત્ ઔદારિક પુદ્ગલ પરાવર્તનનું સ્વરૂપ કેવું છે?)
ઉત્તર- હે ગૌતમ ! ઔદારિક શરીરમાં રહેલા આ જીવે ઔદારિક શરીરના નિર્માણને યોગ્ય પુદ્ગલ દ્રવ્યોને ઔદારિક શરીર રૂપે ગ્રહણ કર્યા છે. તેને જીવ પ્રદેશોની સાથે બાંધ્યા છે, શરીરમાં ધૂળની જેમ પહેલા તેનો સ્પર્શ કર્યો છે, કત-પૂર્વ પરિણામમાંથી અન્ય પરિણામ રૂપે પરિણમિત કર્યા છે, તેને પ્રસ્થાપિત-સ્થિર કર્યા છે, નિવિષ્ટ-સ્થિર કર્યા હોવાથી જીવે પોતે તેનો પ્રવેશ કરાવ્યો છે, અભિનિવિષ્ટ– પ્રવેશ કરાવીને આત્માની સાથે સંપૂર્ણપણે સંલગ્ન કરાવ્યા છે, અભિસમન્વાગત- સંલગ્ન પ્રગલોનો