________________
શતક-૧૨ઃ ઉદ્દેશક-૪
[ ૬૯૯ ]
गोयमा ! अणंता, केवइया पुरेक्खडा ? एकोत्तरिया जाव अणंता वा, एवं जाव थणियकुमारत्ते । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પ્રત્યેક નરયિક જીવના, ભૂતકાળમાં નરયિક ભવમાં કેટલા વૈક્રિય પુલ પરાવર્તન થયા હતા?
ઉત્તર– હે ગૌતમ ! અનંત થયા હતા. (પ્રશ્ન) હે ભગવન્! ભવિષ્યમાં કેટલા થશે? (ઉત્તર) હે ગૌતમ! થશે અથવા થશે નહીં. જો થશે તો એકથી અનંત થશે. આ રીતે સ્વનિતકુમાર સુધી કહેવું જોઈએ. |४६ पुढविकाइयत्ते पुच्छा।
णत्थि एक्को वि, केवइया पुरेक्खडा? णत्थि एक्को वि, एवं जत्थ वेउव्वियसरीरं अस्थि तत्थ एगुत्तरिओ, जत्थ णत्थि तत्थ जहा पुढविकाइयत्ते तहा भाणियव्वं जाव वेमाणियस्स वेमाणियत्ते। तेयापोग्गलपरियट्टा, कम्मापोग्गलपरियट्टा य सव्वत्थ एगुत्तरिया भाणियव्वा । मणपोग्गलपरियट्टा सव्वेसु पंचिदिएसु एगुत्तरिया, विगलिदिएसु णत्थि । वइपोग्गलपरियट्टा एवं चेव, णवरं एगिदिएसु णत्थि सेसेसु भाणियव्वा। आणापाणुपोग्गलपरियट्टा सव्वत्थ एगुत्तरिया जाव वेमाणियस्स वेमाणियत्ते । ભાવાર્થ-પ્રશ્ન–હે ભગવન્! પ્રત્યેકનૈરયિક જીવે પૃથ્વીકાયના ભવમાં કેટલા વૈક્રિય પુલ પરાવર્તન કર્યા હતા?
ઉત્તર- હે ગૌતમ! એક પણ કર્યા નથી. (પ્રશ્ન) હે ભગવન્! ભવિષ્યમાં કેટલા કરશે? (ઉત્તર) હે ગૌતમ ! એક પણ કરશે નહીં, આ રીતે જ્યાં વૈક્રિય શરીર છે, ત્યાં જઘન્ય એક, બે, ત્રણ ઉત્કૃષ્ટ સંખ્યાત, અસંખ્યાત અથવા અનંત વૈક્રિય પુલ પરાવર્તન જાણવા જોઈએ અને જ્યાં વૈક્રિય શરીર નથી, ત્યાં પૃથ્વીકાયપણામાં કહ્યું, તે જ રીતે કહેવું જોઈએ. આ જ રીતે વૈમાનિક પર્વતના જીવોના વૈમાનિક ભવ પર્યત કહેવું જોઈએ.
તેજસ પુદ્ગલ પરાવર્તન અને કાર્મણ પુલ પરાવર્તન સર્વત્ર એકથી અનંત સુધી કહેવા જોઈએ, વિકસેન્દ્રિય(એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય)માં મનપુગલ પરાવર્તન થતું નથી. આ જ રીતે વચન પુદ્ગલ પરાવર્તનનું પણ કહેવું જોઈએ, પરંતુ વિશેષતા એ છે કે તે માત્ર એકેન્દ્રિય જીવોમાં હોતું નથી. શ્વાસોચ્છવાસ પદુગલ પરાવર્તન સર્વ જીવોમાં એકથી અનંત જાણવા જોઈએ, આ રીતે વૈમાનિક પર્યંતના જીવોના વૈમાનિકભવ સુધી કહેવા જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ૨૪ દંડકના જીવોમાં પરસ્પર ૨૪ દંડકના જીવરૂપે કેટલા અને કયા પુલ પરાવર્તન કર્યા છે તે વિષયનું પ્રતિપાદન છે.