________________
૭૦૦ |
શ્રી ભગવતી સૂત્ર-૩
ઔદારિક પુગલ પરાવર્તન :- નારકોના નારકપણે અતીત કે અનાગત કાલમાં ઔદારિક પુગલ પરાવર્તન થતા નથી કારણ કે નારક જીવ ઔદારિક પુદ્ગલને કદાપિ ગ્રહણ કરતા જ નથી. તેથી તે જીવોને ઔદારિક પુદગલ પરાવર્તનની સંભાવના નથી. તે જ રીતે નારકોના ભવનપતિ, વ્યતર, જ્યોતિષી કે વૈમાનિક દેવપણે પણ ઔદારિક પુલ પરાવર્તન થતા નથી. કારણ કે કોઈપણ દેવ ક્યારે ય ઔદારિક પુદ્ગલને ગ્રહણ કરતા નથી.
નારકોએ પૃથ્વીકાય, અપકાય આદિ ઔદારિકના દશ દંડકના જીવપણે (પ સ્થાવર + ૩ વિકસેન્દ્રિય + તિર્યંચ પંચેન્દ્રિય + મનુષ્ય) અતીતકાલમાં અનંત ઔદારિક પુદ્ગલ પરાવર્તન કર્યા છે. કારણ કે જીવે અનાદિકાલના પરિભ્રમણમાં અનંત ભવોમાં ઔદારિક શરીર યોગ્ય પુદ્ગલ ગ્રહણ કર્યા છે અને ભવિષ્ય કાલમાં જે નારક એક, બે, ત્રણ ભવ ધારણ કરીને જ મોક્ષે જવાનો હોય તેને ઔદારિક પુલ પરાવર્તન થતા નથી. કારણ કે એક પુલ પરાવર્તનમાં અનંતકાલ વ્યતીત થાય છે. એક, બે, ત્રણ ભવમાં પુદ્ગલ પરાવર્તન જેટલો કાલ વ્યતીત થતો નથી અને જેને દીર્ઘ સંસાર પરિભ્રમણ કરવાનું છે તે જીવો જ્યારે ઔદારિક શરીર ધારણ કરે છે, ત્યારે ઔદારિક પુદ્ગલ ગ્રહણ કરે છે, તેથી જઘન્ય એક, બે, ત્રણ ઉત્કૃષ્ટ સંખ્યાત, અસંખ્યાત કે અનંત પુગલ પરાવર્તન કરશે.
તે જ રીતે ભવનપતિ આદિ કોઈપણ દેવના જીવે નારકી કે દેવપણે ઔદારિક પુલ પરાવર્તન કર્યા નથી અને ભવિષ્યમાં કરશે પણ નહીં. તે દેવના જીવે પૃથ્વીકાયાદિપણે અતીતકાલમાં અનંત ઔદારિક પદુગલ પરાવર્તન કર્યા છે અને ભવિષ્યમાં પણ નૈરયિકોની જેમ કરશે અથવા કરશે નહીં.
પુથ્વીકાયાદિ ઔદારિક શરીરધારી જીવોએ પૃથ્વીકાયાદિપણે અતીતકાલમાં અનંત ઔદારિક પુદગલ પરિવર્તન કર્યા છે અને ભવિષ્યમાં પણ તેની મોક્ષગમનની યોગ્યતા અનુસાર વિકલ્પ કરશે.
આ રીતે ૨૪ દંડકના જીવોમાં જે જીવોને ઔદારિક પુદ્ગલ ગ્રહણની સંભાવના હોય તે પ્રમાણે તેના પુગલ પરાવર્તન સમજવા જોઈએ. વિક્રિય ૫ગલ પરાવર્તન :- એક નૈરયિક જીવે નૈરયિકપણે અનંત વૈક્રિય પુદ્ગલ પરાવર્તન અતીતકાલમાં કર્યા છે અને ભવિષ્યમાં તેના ભવભ્રમણની યોગ્યતા અનુસાર કરશે અથવા કરશે નહીં. જો કરશે તો જઘન્ય એક, બે, ત્રણ, ઉત્કૃષ્ટ સંખ્યાત, અસંખ્યાત કે અનંત થશે, આ રીતે ચારે જાતિના દેવો, વાયુકાય, તિર્યંચ પંચેન્દ્રિય અને ગર્ભજ મનુષ્યમાં જે જીવમાં વૈક્રિય પુદ્ગલ ગ્રહણની યોગ્યતા છે, તે સર્વમાં પૂર્વવતુ જાણવું. પૃથ્વીકાયાદિ જીવોમાં વેક્રિય પુદ્ગલ ગ્રહણની યોગ્યતા નથી. તેને જીવોને વૈક્રિય પુદ્ગલ પરાવર્તન થતા નથી. તૈજસ-કાશ્મણ પુગલ પરાવર્તન :- તૈજસ અને કાર્પણ શરીર ચોવીસ દંડકવર્તી સર્વ સંસારી જીવોને હોય છે. તેથી નારકાદિ ચોવીસ દંડકવર્તી સર્વ જીવોમાં અતીત અને અનાગતકાલમાં તેની યોગ્યતા અનુસાર તૈજસ, કાર્મણ પુદ્ગલ પરાવર્તન એકથી ઉત્તરોત્તર અનંત પુદ્ગલ પરાવર્તન થાય છે. મનપદગલ પરાવર્તન- સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને જ મન હોય છે, તેથી સંજ્ઞી પંચેન્દ્રિય જીવોમાં એકથી