________________
[ ૬૯૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
परियट्टा ? गोयमा ! एवं चेव । एवं जाव थणियकुमारत्ते जहा असुरकुमारत्ते । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પ્રત્યેક નૈરયિક જીવના ભૂતકાળમાં અસુરકુમારપણે કેટલા દારિક પુદ્ગલ પરાવર્તન થયા છે? ઉત્તર- હે ગૌતમ! પૂર્વોક્ત વક્તવ્યતા અનુસાર જાણવું જોઈએ, આ રીતે સ્વનિતકુમાર સુધી કહેવું જોઈએ. ४३ एगमेगस्स णं भंते ! णेरइयस्स पुढविक्काइयत्ते केवइया ओरालियपोग्गलपरियट्टा अतीता?
गोयमा ! अणंता, केवइया पुरेक्खडा? कस्सइ अत्थि, कस्सइ णत्थि; जस्सत्थि तस्स जहण्णेणं एक्को वा दो वा तिण्णि वा, उक्कोसेणं संखेज्जा वा असंखेज्जा वा अणता वा,एवं जावमणुस्सत्ते, वाणमतस्जोइसियवेमाणियत्तेजहा असुरकुमारत्ते। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પ્રત્યેક નૈરયિક જીવે ભૂતકાળમાં પૃથ્વીકાયપણે કેટલા ઔદારિક પુદ્ગલ પરાવર્તન કર્યા હતા?
ઉત્તર- હે ગૌતમ! અનંત કર્યા હતા. (પ્રશ્ન) હે ભગવન્! ભવિષ્યમાં કેટલા કરશે? (ઉત્તર) હે ગૌતમ ! કેટલાક જીવો કરશે અને કેટલાક કરશે નહીં; જે કરશે, તે જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ, સંખ્યાત, અસંખ્યાત અને અનંત કરશે અને આ રીતે મનુષ્યભવ સુધી કહેવું જોઈએ. જે રીતે અસુરકુમારના વિષયમાં કહ્યું, તે જ રીતે વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિકના વિષયમાં પણ કહેવું જોઈએ. |४४ एगमेस्सणं भंते ! असुरकुमारस्स णेरइयत्ते केवइया ओरालियपोग्गल परियट्टा?
___ एवं जहा णेरइयस्स वत्तव्वया भणिया, तहा असुरकुमारस्स वि भाणियव्वा जाववेमाणियत्ते । एवं जाव थणियकुमारस्स । एवं पुढविक्काइयस्स वि । एवं जाव वेमाणियस्स, सव्वेसि एक्को गमो ।। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પ્રત્યેક અસુરકુમારના નૈરયિકના ભવમાં કેટલા ઔદારિક પુદ્ગલ પરાવર્તન થયા છે?
ઉત્તર- હે ગૌતમ ! જે રીતે નૈરયિકોનું કથન કર્યું છે, તે જ રીતે અસુરકુમારના વિષયમાં કહેવું જોઈએ. તે જ રીતે વૈમાનિકભવ પર્યત કહેવું જોઈએ. આ રીતે સ્વનિતકુમારો સુધી કહેવું જોઈએ અને આ જ રીતે પૃથ્વીકાયથી લઈને વૈમાનિક પર્યત એક સમાન કથન કરવું જોઈએ ४५ एगमेगस्स णं भंते ! णेरइयस्स णेरइयत्ते केवइया वेउव्वियपोग्गलपरियट्टा अतीता?