________________
શતક-૧૨: ઉદ્દેશક-૪
દ૯૭]
ઉત્તર– હે ગૌતમ! અનંત કર્યા હતા.(પ્રશ્ન) હે ભગવન્! ભવિષ્યમાં કેટલા કરશે? ઉત્તર) હે ગૌતમ ! અનંત કરશે. આ રીતે વૈમાનિક સુધી કહેવું જોઈએ. આ રીતે વૈક્રિય પુદ્ગલ, પરાવર્તનથી શ્વાસોચ્છવાસ પદુગલ પરાવર્તનના વિષયમાં કહેવું જોઈએ. આ રીતે વૈમાનિકો સુધી કહેવું જોઈએ. આ રીતે સાતે પગલ પરાવર્તનના વિષયમાં અનેક જીવ(બહુવચન)સંબંધી સાત-સાત આલાપક ચોવીસ દંડકમાં કહેવા જોઈએ.
વિવેચન :
અતીત પદગલ પરાવર્તન અનત - અનાદિ સંસાર પરિભ્રમણ કરતાં ૨૪ દંડકના જીવોએ સાતે પ્રકારના પુદ્ગલ પરાવર્તન કર્યા હતા. પ્રત્યેક જીવને ભૂતકાળની અપેક્ષાએ ઔદારિક આદિ પ્રત્યેક પદગલ પરાવર્તન અનંત થયા છે. કારણ કે અતીતકાલ અનાદિ છે અને જીવ પણ અનાદિ છે તથા પુદ્ગલ ગ્રહણ કરવાનો તેનો સ્વભાવ પણ અનાદિ છે.
અનાગત પુદ્ગલ પરાવર્તન :- જે જીવો અનંતકાલ પર્યત સંસાર પરિભ્રમણ કરવાના છે, તે જીવોને આ સાતે પુદ્ગલ પરાવર્તન થતા જ રહે છે. તેથી અભવ્ય જીવોને ભવિષ્યમાં પણ અનંત પુદ્ગલ પરાવર્તન થાય છે અને ભવ્ય જીવોમાં જે નરકાદિ ગતિમાંથી નીકળીને મનુષ્યભવ પ્રાપ્ત કરીને મોક્ષ પ્રાપ્ત કરશે અથવા જે સંખ્યાત કે અસંખ્યાત ભવ પ્રાપ્ત કરીને મોક્ષે જશે, તેને પુગલ પરાવર્તન થશે નહીં. એક પુગલ પરાવર્તન પૂર્ણ કરવામાં પણ અનંત કાળ વ્યતીત થાય છે. આ રીતે જીવોના ભવિષ્યના ભવભ્રમણના આધારે પુદ્ગલ પરાવર્તનની ગણના થાય છે. આ રીતે ૨૪ દંડકના જીવોમાં જાણવું જોઈએ. એકત્વ અને બહત્વ સંબંધી દંડક :- એક વચન સંબંધી ઔદારિક આદિ સાત પ્રકારના પુદ્ગલ પરાવર્તન હોવાથી, સાત દંડક [વિકલ્પ] થાય છે. આ સાત દંડકોને નૈરયિકાદિ ચોવીસ દંડકમાં કહેવા જોઈએ અને આ રીતે બહુવચનમાં પણ કહેવા જોઈએ પરંતુ બંનેમાં અંતર એ છે કે એકવચન સંબંધી દંડકોમાં ભવિષ્યકાલીન યુગલ પરિવર્તન કોઈક જીવને હોય છે અને કોઈક જીવને હોતા નથી. બહુવચન સંબધી દંડકોમાં તો હોય જ છે કારણ કે તેમાં જીવ સામાન્યનું ગ્રહણ છે. નરકાદિમાં એકત્વ દષ્ટિથી પુદ્ગલ પરાવર્તન:४१ एगमेगस्स णं भंते ! णेरइयस्स णेरइयत्ते केवइया ओरालियपोग्गलपरियट्टा अतीता? गोयमा ! णत्थि एक्को वि । केवइया पुरेक्खडा? णत्थि एक्को वि । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પ્રત્યેક નૈરયિક જીવે, ભૂતકાળમાં નૈરયિક અવસ્થામાં કેટલા ઔદારિક પદુગલ પરાવર્તન કર્યા હતા? ઉત્તર- હે ગૌતમ ! એક પણ કર્યા નથી. (પ્રશ્ન) હે ભગવનું ! ભવિષ્યમાં કેટલા કરશે? (ઉત્તર) હે ગૌતમ! એક પણ કરશે નહી? ४२ एगमेगस्स णं भंते ! णेरइयस्स असुरकुमारत्ते केवइया ओरालियपोग्गल