________________
દ૯૬ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પ્રત્યેકનૈરયિકના જીવે ભૂતકાળમાં કેટલા ઔદારિક પુલ પરાવર્તન કર્યા હતા?
ઉત્તર– હે ગૌતમ! અનંત કર્યા હતા. પ્રશ્ન- હે ભગવન્! ભવિષ્યકાળમાં કેટલા કરશે ? ઉત્તરહે ગૌતમ ! કોઈક કરશે, કોઈક કરશે નહીં, જે કરશે તે જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત, અસંખ્યાત કે અનંત કરશે. ३८ एगमेगस्स णं भंते ! असुरकुमारस्स केवइया ओरालियपोग्गल-परियट्टा?
गोयमा ! एवं चेव, एवं जाव वेमाणियस्स । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવનું ! પ્રત્યેક અસુરકુમારે ભૂતકાળમાં કેટલા ઔદારિક પુદ્ગલ પરાવર્તન કર્યા હતા?
ઉત્તર-હે ગૌતમ! પૂર્વવત્ જાણવું જોઈએ. આ રીતે વૈમાનિક સુધી કહેવું જોઈએ. ३९ एगमेगस्स णं भंते ! णेरयस्स केवइया वेउव्वियपोग्गलपरियट्टा, अतीता?
गोयमा ! अणंता, एवं जहेव ओरालियपोग्गलपरियट्टा तहेव वेउव्विय पोग्गलपरियट्टा वि भाणियव्वा । एवं जाववेमाणियस्स । एवं जाव आणापाणुपोग्गलपरियट्टा । एए एगत्तिया सत्त दंडगा भवति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પ્રત્યેક નૈરયિક જીવે ભૂતકાળમાં કેટલા વૈક્રિયપુદ્ગલ પરાવર્તન કર્યા હતા ?
ઉત્તર- હે ગૌતમ! અનંત કર્યા હતા, જે રીતે ઔદારિક પુલ પરાવર્તનના વિષયમાં કહ્યું, તે જ રીતે વૈક્રિય પુદ્ગલ પરાવર્તનના વિષયમાં પણ જાણવું જોઈએ, આ રીતે વૈમાનિક સુધી કહેવું જોઈએ, આ રીતે શ્વાસોચ્છવાસ પુદ્ગલ પરાવર્તન સુધી કહેવું જોઈએ, આ રીતે પ્રત્યેક જીવની અપેક્ષાએ (એક વચનના) સાત દંડક થાય છે. ४० णेरइयाणं भंते ! केवइया ओरालियपोग्गलपरियट्टा अतीता?
गोयमा ! अणंता । केवइया पुरेक्खडा ? अणंता । एवं जाव वेमाणियाणं । एवं वेउव्वियपोग्गलपरियट्टा वि । एवं जाव आणापाणुपोग्गलपरियट्टा जाव वेमाणियाणं एवं एए पोहत्तिया सत्त चउव्वीसदंडगा । ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! નરયિક જીવોએ ભૂતકાળમાં કેટલા ઔદારિક પુલ પરાવર્તન કર્યા હતા ?