________________
શતક-૧૨ઃ ઉદ્દેશક-૪
| દ૯૫ |
વર્ગણાઓ છે. જ્ઞાની પુરુષોએ તે સમસ્ત વર્ગણાઓને સાત વિભાગમાં વિભક્ત કરી છે, ઔદારિકવર્ગણા, વૈક્રિયવર્ગણા, તૈજસવર્ગણા, કાર્મણવર્ગણા, મનોવર્ગણા, વચન વર્ગણા અને શ્વાસોચ્છવાસવર્ગણા. તેમાં પણ જીવને ગ્રાહ્ય અને અગ્રાહ્ય બે પ્રકારની વર્ગણા હોય છે. પદગલ પરાવર્તન :- આ લોકમાં રહેલા સમસ્ત પુદ્ગલોને જીવ ગ્રહણ કરે તેમાં જેટલો સમય વ્યતીત થાય તેને એક પુદગલ પરાવર્તન કહે છે. તેમાં અનંત ઉત્સર્પિણી અવસર્પિણી કાલ અર્થાતુ અનંત કાલચક્ર પસાર થાય છે.
અનાદિકાલથી કર્મયુક્ત જીવના પરિભ્રમણનો આધાર પુલનું ગ્રહણ અને ત્યાગ છે. જ્ઞાની પુરુષોએ તે અનંતતાના કાલમાનને સૂચિત કરવા પુલ પરાવર્તન શબ્દનો પ્રયોગ કર્યો છે. પદગલ પરાવર્તનના પ્રકારઃ- જીવને ગ્રહણ યોગ્ય પુદ્ગલના સાત પ્રકાર હોવાથી પુદ્ગલ પરાવર્તનના પણ સાત પ્રકાર છે. ઔદારિક પુલ પરાવર્તન, વૈક્રિય, તૈજસ, કાર્મણ, મન, વચન અને શ્વાસોચ્છવાસ પુદ્ગલ પરાવર્તન. ઔદારિક પગલ પરાવર્તન :- ઔદારિક શરીરમાં વિદ્યમાન થઈને જીવ લોકવર્તી સમસ્ત ઔદારિક વર્ગણાના પગલોને ક્રમશઃ ઔદારક શરીર રૂપે ગ્રહણ કરે, તેમાં જેટલો સમય વ્યતીત થાય તેને ઔદારિક પદુગલ પરાવર્તન કહેવાય છે. આ રીતે વૈક્રિયાદિ સાતે વર્ગણાના પુદ્ગલોને જીવ ક્રમશઃ ગ્રહણ કરે તેને તે-તે પુગલ પરાવર્તન કહેવાય છે. ચોવીસ દંડકના જીવોમાં પુદ્ગલ પરાવર્તન :३६ रइयाणं भंते ! कइविहे पोग्गलपरियट्टे पण्णत्ते ? ।
गोयमा ! सत्तविहे पोग्गलपरियट्टे पण्णत्ते, तंजहा- ओरालिय पोग्गलपरियट्टे वेउव्वियपोग्गलपरियट्टे जाव आणापाणुपोग्गलपरियट्टे । एवं जाव वेमाणियाणं । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! નૈરયિક જીવોને કેટલા પ્રકારના પુદ્ગલ પરાવર્તન કહ્યા છે?
ઉત્તર- હે ગૌતમ! સાત પુદ્ગલ પરાવર્તન કહ્યા છે. યથા- ઔદારિક પુદ્ગલ પરાવર્તન, વૈક્રિય પુદ્ગલ પરાવર્તન યાવત્ શ્વાસોચ્છવાસ પુદ્ગલ પરાવર્તન. આ રીતે વાવત વૈમાનિક સુધી કહેવું જોઈએ. ३७ एगमेगस्स णं भंते ! णेरयस्स केवइया ओरालियपोग्गलपरियट्टा अतीता?
જોયા ! મળતા | केवइया पुरेक्खडा?
गोयमा ! कस्सइ अत्थि, कस्सइ णत्थि; जस्सत्थि जहण्णेणं एक्को वा दो वा तिण्णि वा, उक्कोसेणं संखेज्जा वा असंखेज्जा वा अणंता वा ।