________________
દ૯૪ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
પુદ્ગલ પરાવર્તન :३४ एएसि णं भंते ! परमाणुपोग्गलाणं साहणणा भेयाणुवाएणं अणंताणंता पोग्गलपरियट्टा समणुगंतव्वा भवंतीतिमक्खाया?
हंता गोयमा ! एएसि णं परमाणुपोगलाणं साहणणा जाव मक्खाया। શબ્દાર્થ :- સાદાઈ = સંઘાત, સંયોગ મેર = વિયોગ, વિભાગ સમજુતડ્યા અવંતિમfઉથ = સભ્યપ્રકારે જાણવા યોગ્ય છે તેથી ભગવાને કહ્યા છે. ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! શું પરમાણુ પુગલના સંઘાત સંયોગ અને ભેદ[વિભાગથી થતા અનંતાનંત પુદ્ગલ પરાવર્તન જાણવા યોગ્ય છે? તેથી તેનું પ્રતિપાદન કર્યું છે?
ઉત્તર- હા, ગૌતમ ! સંઘાત અને ભેદથી થતાં અનંતાનંત પુદગલ પરાવર્તન જાણવા યોગ્ય છે. તેથી જ અહીં તેનું પ્રતિપાદન કર્યું છે. ३५ कइविहे णं भंते ! पोग्गलपरियट्टे पण्णत्ते ?
गोयमा ! सत्तविहे पोग्गलपरियट्टे पण्णत्ते,तं जहा- ओरालियपोग्गलपरियट्टे वेउव्वियपोग्गलपरियट्टे तेयापोग्गलपरियट्टे कम्मापोग्गलपरियट्टे मणपोग्गलपरियट्टे वइपोग्गलपरियट्टे आणापाणुपोग्गलपरियट्टे । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પુદ્ગલ પરાવર્તનના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે ગૌતમ! સાત પ્રકાર છે. યથા– (૧) ઔદારિક પુદ્ગલ પરાવર્તન (૨) વૈક્રિય પુલ પરાવર્તન (૩) તૈજસ પુદ્ગલ પરાવર્તન (૪) કાર્મણ પુગલ પરાવર્તન (૫) મન પુગલ પરાવર્તન (૬) વચન પુદ્ગલ પરાવર્તન અને (૭) શ્વાસોચ્છવાસ પુદ્ગલ પરાવર્તન. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પુગલમાં થતાં પરિવર્તન અને તેના આધારે થતાં પુદ્ગલ પરાવર્તનના સ્વરૂપનું કથન છે.
પરમાણુ પુદ્ગલમાં સંહનન-સંઘાત અને ભેદથી અનંત પરિવર્તન થયા જ કરે છે. એક પરમાણુ અન્ય અનંત પરમાણુ અથવા અનંત સ્કંધ સાથે સંઘાત અને ભેદને પ્રાપ્ત થાય, તેને સંહનન ભેદાનુપાત કહે છે. પરમાણુ આદિ પુદ્ગલ દ્રવ્ય અનંત હોવાથી તેના પરિવર્તનના પણ અનંત પ્રકાર થાય છે. સાત વર્ગણા - અનંતાનંત પુદ્ગલ દ્રવ્યોમાં એક જાતિના સમૂહને વર્ગણા કહે છે. તેવી અનંતાનંત