________________
શ્રી ભગવતી સૂત્ર–૩
જોઈએ, તે સર્વ કથન સંખ્યાત પ્રદેશીની સમાન જાણવું જોઈએ, સંખ્યાતના બદલે ‘અસંખ્યાત’ શબ્દ કહેવો જોઈએ યાવત્ દશેદશ વિભાગમાં અસંખ્યાત પ્રદેશી સ્કંધ હોય છે.
geo
२९ संखेज्जहा कज्जमाणे एगयओ संखेज्जा परमाणुपोग्गला, एगयओ असंखेज्ज पएसिए खंधे भवइ, अहवा एगयओ संखेज्जा दुपएसिया खंधा, एगयओ असंखेज्जपएसिए खंधे भवइ; एवं जाव अहवा एगयओ संखेज्जा दसपएसिया खंधा, एगयओ असंखेज्जपएसिए खंधे भवइ अहवा एगयओ संखेज्जा संखेज्ज - पएसिया खंधा, एगयओ असंखेज्जपएसिए खंधे भवइ; अहवा संखेज्जा असंखेज्जपएसिया खंधा भवंति । असंखेज्जहा कज्जमाणे असंखेज्जा परमाणुपोग्गला भवंति ।
ભાવાર્થ :- જ્યારે તેના સંખ્યાત વિભાગ કરીએ, ત્યારે સંખ્યાત વિભાગમાં એક-એક પરમાણુ પુદ્ગલ અને એક વિભાગમાં અસંખ્યાત પ્રદેશી સ્કંધ હોય છે અથવા સંખ્યાત વિભાગમાં દ્વિપ્રદેશી સ્કંધ અને એક વિભાગમાં અસંખ્યાત પ્રદેશી સ્કંધ હોય છે. આ રીતે યાવત્ સંખ્યાત વિભાગમાં દશ પ્રદેશી સ્કંધ અને એક વિભાગમાં અસંખ્યાત પ્રદેશી સ્કંધ હોય છે અથવા સંખ્યાત વિભાગમાં સંખ્યાત પ્રદેશી સ્કંધ અને એક વિભાગમાં અસંખ્યાત પ્રદેશી સ્કંધ હોય છે અથવા સંખ્યાત અસંખ્યાત પ્રદેશી સંધ હોય છે.જ્યારે તેના અસંખ્યાત વિભાગ કરીએ, ત્યારે પૃથક્પૃથક્ અસંખ્ય પરમાણુ પુદ્ગલ હોય છે.
વિવેચનઃ
અસંખ્યાત પ્રદેશી સ્કંધના બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દશ સંખ્યાત અને અસંખ્યાત તેમ ૧૧ પ્રકારે વિભાગ થાય છે. તેના કુલ ભંગ ૫૧૭ થાય છે. યથા– દ્વિસંયોગી ૧૨ ભંગ
પરમાણુ + એક અસંખ્ય પ્રદેશી સ્કંધ,
(૨) એક દ્વિપ્રદેશી + એક અસંખ્યપ્રદેશી સ્કંધ, (૩) એક ત્રિપ્રદેશી + એક અસંખ્યપ્રદેશી સ્કંધ, (૪) એક ચતુષ્ટદેશી + એક અસંખ્યપ્રદેશી, (૫) એક પંચપ્રદેશી + એક અસંખ્યપ્રદેશી, (૬) એક ષપ્રદેશી + એક અસંખ્યપ્રદેશી,
૭) એક સપ્તપ્રદેશી + એક અસંખ્યપ્રદેશી, (૮) એક અષ્ટપ્રદેશી + એક અસંખ્યપ્રદેશી, (૯) એક નવ પ્રદેશી+ એક અસંખ્યપ્રદેશી, (૧૦) એક દશ પ્રદેશી + એક અસંખ્યપ્રદેશી, (૧૧) એક સંખ્યાત પ્રદેશી + એક અસંખ્યપ્રદેશી, (૧૨) અસંખ્યાત પ્રદેશી + અસંખ્યાત પ્રદેશી.
ત્યારપછી ત્રિસંયોગી આદિ ભંગમાં ક્રમશઃ ૧૧-૧૧ ભંગ વધારવા જોઈએ. આ રીતે ત્રિસંયોગી ૨૩ ભંગ. પરમાણુ + પરમાણુ + અસંખ્યાત પ્રદેશી, પરમાણુ + દ્વિ પ્રદેશી + અસંખ્યાત પ્રદેશી આ રીતે ભંગ કરવા જોઈએ. ચતુઃસંયોગી—૩૪, પંચ સંયોગી–૪૫, ષટ્ સંયોગી–૫૬, સપ્ત સંયોગી—–૬૭, અષ્ટ સંયોગી–૭૮, નવ સંયોગી–૮૯, દશ સંયોગી–૧૦૦, સંખ્યાત સંયોગી–૧૨ અને અસંખ્યાત સંયોગીનો