________________
શતક-૧૨: ઉદ્દેશક-૪ .
૬૮૭ |
ભાવાર્થ :- જ્યારે તેના(સંખ્યાત પ્રદેશી સ્કંધના) ચાર વિભાગ થાય, ત્યારે (૧) ત્રણ વિભાગમાં એક-એક પરમાણુ યુગલ અને ચોથા વિભાગમાં સંખ્યાત પ્રદેશી સ્કંધ હોય છે. (૨) બે વિભાગમાં એક-એક પરમાણુ પુગલ અને ત્રીજા વિભાગમાં દ્વિ પ્રદેશ સ્કંધ અને ચોથા વિભાગમાં સંખ્યાત પ્રદેશી સ્કંધ હોય છે (૩) બે વિભાગમાં એક-એક પરમાણુ પુલ, ત્રીજા વિભાગમાં ત્રિપ્રદેશ સ્કંધ અને ચોથા વિભાગમાં સંખ્યાત પ્રદેશ સ્કંધ હોય છે. આ રીતે થાવત (૪ થી ૧૦) બે વિભાગમાં એક-એક પરમાણુ પુદ્ગલ, ત્રીજા વિભાગમાં દશ પ્રદેશી સ્કંધ અને ચોથા વિભાગમાં સંખ્યાત પ્રદેશી ઔધો હોય છે. (૧૧) બે વિભાગમાં એક-એક પરમાણુ યુગલ અને બે વિભાગમાં સંખ્યાત પ્રદેશી ઢંધો હોય છે. (૧૨) એક વિભાગમાં એક પરમાણુ પુગલ, બીજા વિભાગમાં ઢિપ્રદેશી સ્કંધ અને ત્રીજા-ચોથા વિભાગમાં સંખ્યાત પ્રદેશી સ્કંધો હોય છે. આ રીતે યાવત (૧૩ થી ૨૦) એક વિભાગમાં પરમાણુ પુદ્ગલ અને બીજા વિભાગમાં દશ પ્રદેશી અંધ અને ત્રીજાચોથા વિભાગમાં સંખ્યાત પ્રદેશ સ્કંધો હોય છે. (૨૧) એક વિભાગમાં પરમાણુ પુદ્ગલ અને બીજા-ત્રીજા વિભાગમાં સંખ્યાત પ્રદેશ સ્કંધ હોય છે. (રર) એક વિભાગમાં ક્રિપ્રદેશ સ્કંધ અને ત્રણ વિભાગમાં સંખ્યાત પ્રદેશી ઢંધો હોય છે પાવત (૨૩ થી ૩) એક વિભાગમાં દશ પ્રદેશી સ્કંધ અને ત્રણ વિભાગમાં સંખ્યાત પ્રદેશ સ્કંધો હોય છે. (૩૧) ચારે સંખ્યાતપ્રદેશી અંધ હોય છે.
२५ एवं एएणं कमेणं पंचगसंजोगो वि भाणियव्वो एवं जाव णवगसंजोगो । दसहा कज्जमाणे एगयओ णव परमाणुपोग्गला, एगयओ संखेज्जपएसिए खंधे भवइ; अहवा एगयओ अट्ठ परमाणु पोग्गला, एगयओ दुपएसिए, एगयओ संखेज्जपए सिए खधे भवइ । एएणं कमेणं एक्केक्को पूरेयव्वो जाव अहवा एगयओ दसपए सिए खंधे, एगयओ णव संखेज्जपएसिया खंधा भवंति; अहवा दस संखेज्जपए सिया खंधा भवंति । संखेज्जहा कज्जमाणे संखेज्जा परमाणुपोग्गला भवंति । ભાવાર્થ :- આ રીતે આ જ ક્રમથી પંચ સંયોગી પણ કહેવા જોઈએ અને આ જ રીતે યાવતું નવ સંયોગી સુધી કહેવું જોઈએ, જ્યારે તેના દશ વિભાગ કરીએ, ત્યારે નવ વિભાગમાં એક-એક પરમાણુ પુગલ અને દશમા વિભાગમાં સંખ્યાત પ્રદેશી અંધ હોય છે, અથવા આઠ વિભાગમાં એક-એક પરમાણુ પુદ્ગલ નવમા વિભાગમાં ક્રિપ્રદેશ સ્કંધ અને દસમા વિભાગમાં સંખ્યાત પ્રદેશ સ્કંધ હોય છે.
આ જ ક્રમથી એક એક સંખ્યાની વૃદ્ધિ કરવી જોઈએ, યાવતું એક વિભાગમાં દશ પ્રદેશી સ્કંધ અને બીજાથી નવમા વિભાગમાં સંખ્યાત પ્રદેશ સ્કંધો હોય છે અથવા દશેદશ વિભાગોમાં સંખ્યાત પ્રદેશ સ્કંધ હોય છે, જ્યારે તેના સંખ્યાત વિભાગ કરીએ ત્યારે પૃથપૃથક સંખ્યા પરમાણુ પુદ્ગલ હોય છે.
વિવેચન :
સંખ્યાત પ્રદેશ સ્કંધના વિભાગ કરીએ તો ૪૬૦ ભંગ થાય છે. તેના બે, ત્રણ, ચાર, પાંચ, છ,