________________
શતક-૧૨: ઉદ્દેશક-૨
[
૫]
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જીવોની દક્ષતા(ઉદ્યમીપણું) શ્રેષ્ઠ છે કે આળસુપણું શ્રેષ્ઠ? ઉત્તર-હે જયંતી ! કેટલાક જીવોની દક્ષતા શ્રેષ્ઠ છે અને કેટલાક જીવોનું આળસુપણું શ્રેષ્ઠ છે.
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે?
ઉત્તર- હે જયંતી ! જે જીવ અધાર્મિક છે યાવત અધર્મ દ્વારા આજીવિકા કરે છે તે જીવોનું આળસુપણું શ્રેષ્ઠ છે. જો તે આળસુ હશે, તો પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વને દુઃખ, શોક, પરિતાપાદિ ઉત્પન્ન કરશે નહીં, ઇત્યાદિ સર્વ સુખની સમાન કહેવું જોઈએ, દક્ષતાનું કથન જાગૃતિની સમાન કહેવું જોઈએ, યાવતુ તે સ્વ-પર અને ઉભયને ધર્મમાં સંયોજના કરનાર હોય છે. તે જીવ દક્ષ હોય, તો અનેક આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, તપસ્વી, ગ્લાન, શૈક્ષ(નવદીક્ષિત), કુલ, ગણ, સંઘ અને સાધર્મિકની વૈયાવચ્ચ કરનાર બને છે, તેથી તે જીવોની દક્ષતા શ્રેષ્ઠ છે. તેથી હે જયંતી ! એ પ્રમાણે કહેવાય છે કે કેટલાક જીવોની દક્ષતા શ્રેષ્ઠ છે અને કેટલાક જીવોનું આળસુપણું શ્રેષ્ઠ છે.
વિષયોનું દુષ્પરિણામ - १४ सोइंदियवसट्टे णं भंते ! जीवे किं बंधइ ?
जयंति ! जहा कोहवसट्टे भणियं तहेव सोइंदियवसट्टे वि भाणियव्वं जाव अणुपरियट्टइ। एवं चक्खिदियवसट्टे वि जाव फासिंदियवसट्टे वि । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શ્રોતેન્દ્રિયને વશવર્તી થઈને જીવ, શું બાંધે છે?
ઉત્તર- હે જયંતી ! જે રીતે ક્રોધને વશ થઈને આર્ત બનેલા જીવના વિષયમાં કહ્યું છે, તે જ રીતે અહીં પણ જાણવું જોઈએ યાવતુ તે સંસારમાં પરિભ્રમણ કરે છે, આ રીતે ચક્ષુઃ ઇન્દ્રિયથી સ્પર્શેન્દ્રિયપર્યતની ઇન્દ્રિયોને વશ થઈને આર્ત બનેલા જીવોના વિષયમાં પણ કહેવું જોઈએ યાવતુ તે જીવો સંસાર પરિભ્રમણ
જયંતી શ્રાવિકાની દીક્ષા અને મોક્ષગમનઃ|१५ तएणं सा जयंती समणोवासिया समणस्स भगवओ महावीरस्स अंतियं एयमढे सोच्चा णिसम्म हट्ठतुट्ठा सेसं जहा देवाणंदा तहेव पव्वइया जाव सव्वदुक्खप्पहीणा ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ :- ત્યાર પછી જયંતી શ્રમણોપાસિકા શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પાસેથી ઉપરોક્ત અર્થને સાંભળીને, હૃદયમાં ધારણ કરીને હર્ષિત અને સંતુષ્ટ થઈ, ઇત્યાદિ સર્વ વર્ણન શતક-૯/૩૩ માં કથિત દેવાનંદાના વર્ણનાનુસાર કહેવું જોઈએ, જયંતી શ્રાવિકાએ પ્રવ્રજ્યા ગ્રહણ કરી યાવત સર્વ દુઃખોથી મુક્ત થઈ. // હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. //