________________
દર |
શ્રી ભગવતી સૂત્ર-૩
છે. તેમાં અનંતાનંત પ્રદેશો છે. અસતુ કલ્પનાએ તે એક આકાશ શ્રેણીના અનંતપ્રદેશોમાંથી સમયે સમયે એક-એક પ્રદેશને બહાર કાઢીએ તો અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી કાલ વ્યતીત થાય તેમ છતાં એક શ્રેણી ખાલી થતી નથી કારણ કે તેના પ્રદેશો અનંત છે. તેથી તેનો અંત થતો નથી.
તે જ રીતે આ લોકમાં અસંખ્ય ઔદારિક શરીર છે અને એક દારિક શરીરમાં પણ નિગોદના અનંતાનંત જીવો છે. અનાદિકાલથી જીવો સિદ્ધ થાય છે તેમ છતાં એક નિગોદના શરીર જેટલા જીવો પણ સિદ્ધ થયા નથી. આ રીતે ગમે તેટલા જીવો સિદ્ધ થાય પરંતુ લોક ભવી જીવ રહિત થતો નથી.
અન્ય આચાર્યોએ પણ આ વિષયને અનેક રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે.
(૧) ભવિષ્યકાલ અનંત છે. સમયે-સમયે ભવિષ્યકાલ વર્તમાન બને જ છે. ગમે તેટલો કાલ વ્યતીત થાય તેમ છતાં ભવિષ્યકાલ હંમેશાં અનંત જ રહે છે. તેનો અંત થતો નથી તેમ જ તેની અનંત રાશિમાં પણ પરિવર્તન થતું નથી. તે જ રીતે ગમે તેટલા ભવી જીવો મોક્ષે જાય પરંતુ ભવી જીવો અનંત જ રહે છે. (૨) બે પ્રકારના પાષાણ છે. એકમાં મૂર્તિ બનવાની યોગ્યતા છે અને બીજામાં તે પ્રકારની યોગ્યતા નથી. જેટલા પાષાણમાં મૂર્તિ બનવાની યોગ્યતા છે તે સર્વ પાષાણ મૂર્તિ બનતા નથી. જે પાષાણને શિલ્પીનો સંયોગ થાય અને તે પુરુષાર્થ કરે તો જ તે પાષાણ મૂર્તિ બને છે.
તે જ રીતે જીવો પણ બે પ્રકારના છે. એકમાં મોક્ષગમનની યોગ્યતા છે અને બીજામાં તે પ્રકારની યોગ્યતા નથી. જે જીવોમાં યોગ્યતા છે તે બધા જ મોક્ષે જતા નથી. જે જીવોને સરુનો સંયોગ થાય અને તે જીવ સમ્યક પુરુષાર્થ કરે તેનો જ મોક્ષ થાય છે.
જેમ મૂર્તિ ન બનવા માત્રથી તે પાષાણની અયોગ્યતા સિદ્ધ થતી નથી. તેમ મોક્ષ ન થવા માત્રથી તે જીવોની અયોગ્યતા સિદ્ધ થતી નથી. આ લોકના અનંતાનંત ભવી જીવોમાં કેટલાય જીવો મોક્ષને યોગ્ય પુરુષાર્થ કરતા જ નથી તેથી તેનો મોક્ષ થતો નથી. જેનો મોક્ષ થાય છે તે અવશ્ય ભવી હોય છે.
સંક્ષેપમાં ભવી જીવો અનંતાનંત છે ગમે તેટલા જીવોનો મોક્ષ થાય પરંતુ તેનો અંત થતો નથી અને આ લોક ભવી જીવોથી રહિત થતો નથી; તેવું જિનેશ્વરનું વચન છે. તેથી તે સંપૂર્ણ સત્ય છે.
સુપ્તત્વ અને જાગૃતત્વ:११ सुत्तत्तं भंते ! साहू, जागरियत्तं साहू ? जयंती ! अत्थेगइयाणं जीवाणं सुत्तत्त साहू, अत्थेगइयाणं जीवाणं जागरियत्तं साहू ।
से केणतुणं भंते ! एवं वुच्चइ- अत्थेगइयाणं जाव साहू ?
जयंती ! जे इमे जीवा अहम्मिया अहम्माणुया अहम्मिट्ठा अहम्मक्खाई अहम्मपलोई अहम्मपलज्जणा अहम्मसमुदायारा अहम्मेणं चेव वित्तिं कप्पेमाणा