________________
શતક-૧૨ઃ ઉદ્દેશક-૨
[ ૬૧]
जयंती ! से जहाणामए सव्वागाससेढी सिया; अणाईया, अणवदग्गा, परित्ता, परिवुडा; सा णं परमाणुपोग्गलमेत्तेहिं खंडेहि समए समए अवहीरमाणी-अवहीरमाणी अणंताहिं ओसप्पिणी-उसप्पिणीहिं अवहीरंति, णो चेव णं अवहिया सिया । से तेणटेणं जयंती ! एवं वुच्चइ- सव्वे वि णं भवसिद्धिया जीवा सिज्झिस्संति, णो चेव णं भवसिद्धियविरहिए लोए भविस्सइ। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! જો સર્વ ભવી જીવ સિદ્ધ થઈ જશે, તો લોક ભવ્યસિદ્ધિક જીવોથી રહિત થઈ જશે? ઉત્તર- હે જયંતી ! તેમ શક્ય નથી.
પ્રશ્ન- હે ભગવન! તેનું શું કારણ છે કે સર્વભવ્યસિદ્ધિક જીવો સિદ્ધ થશે તો પણ લોક ભવ્યસિદ્ધિક જીવોથી રહિત થશે નહીં?
ઉત્તર- હે જયંતી ! જે રીતે સર્વાકાશની એક શ્રેણી જે અનાદિ અનંત છે અને એક પ્રદેશી હોવાથી બંને તરફથી પરિમિત તથા અન્ય શ્રેણીઓ દ્વારા પરિવૃત્ત છે, તેમાંથી (અસત્ કલ્પનાએ) પ્રત્યેક સમયે એક-એક પરમાણુ પુદ્ગલ જેટલો ખંડ કાઢીએ, તો અનંત ઉત્સર્પિણી અને અનંત અવસર્પિણી સુધી કાઢે વા છતાં તે શ્રેણી ખાલી થતી નથી. તે જ રીતે હે જયંતી ! સર્વ ભવી જીવો સિદ્ધ થશે, પરંતુ લોક ભવી જીવોથી રહિત થશે નહીં. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ભવી જીવોનો સ્વભાવ અને તેમની મુક્તિ સંબંધી નિરૂપણ છે. ભવસિલિક :- ભવિષ્યમાં સિદ્ધ પદ પ્રાપ્ત કરશે તેવા મોક્ષગમનને યોગ્ય જીવો ભવસિદ્ધિક(ભવી) કહેવાય છે અને મોક્ષગમનને અયોગ્ય જીવો અભવી કહેવાય છે. ભવસિદ્વિકપણે સ્વાભાવિક :- જે લક્ષણ કે ગુણ કોઈપણ પ્રકારના પરિવર્તન વિના સ્વભાવથી જ હોય તેને સ્વાભાવિક કહે છે. જેમ કે આત્મામાં ચૈતન્ય, પુદ્ગલમાં મૂર્તત્વ વગેરે. જે ભાવ કોઈ પણ પ્રકારના પરિવર્તનથી પ્રાપ્ત થાય તેને પરિણામિક ભાવ કહે છે. જેમ કે બાલ્યાવસ્થા, યુવાવસ્થા આદિ.
આ રીતે જોતાં જીવનું ભવીપણું કે અભવીપણુ તે બંને સ્વાભાવિક ભાવ છે. તેમાં કદાપિ કોઈ પણ પ્રકારનું પરિવર્તન થતું નથી. લોક ભવસિદ્ધિક જીવોથી શુન્ય થશે નહીં:- અનાદિકાલથી અનંત જીવો સિદ્ધ થયા છે અને ભવિષ્યમાં પણ અનંત જીવો સિદ્ધ થશે તેમ છતાં આ લોક ભવી જીવથી રહિત થશે નહીં.
ભવસિદ્ધિક જીવ અનંતાનંત છે. તેનો અંત કદાપિ થતો નથી. સૂત્રકારે આ વિષયને દષ્ટાંતથી સમજાવ્યો છે.
યથા– સમગ્ર આકાશની શ્રેણીઓ અનંતાનંત છે. તેમાંથી પ્રત્યેક શ્રેણી પણ અનંતાનંત યોજનની