________________
[
૫૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
तएणं सा मियावई देवी जयंतीए समणोवासियाए जहा देवाणंदा जाव पडिसुणेइ ।
तएणं सा मियावई देवी कोडुंबियपुरिसे सद्दावेइ, सद्दावेत्ता एवं वयासीखिप्पामेव भो देवाणुप्पिया ! लहुकरण-जुत्तजोइय जाव धम्मियं जाणप्पवरं जुत्तामेव उवट्ठवेह जाव उवट्ठति उवट्ठवित्ता तमाणत्तियं पच्चप्पिणंति । ભાવાર્થ :- ભગવાનના આગમનની વાત સાંભળીને જયંતીબાઈ શ્રમણોપાસિકા હર્ષિત અને સંતુષ્ટ થયા અને મૃગાવતી દેવીની પાસે આવીને આ પ્રમાણે કહ્યું- યાવત્ હે દેવાનુપ્રિયે ! શ્રમણ ભગવાન મહાવીર અહીં કૌશામ્બી નગરીના ચંદ્રાવતરણ ઉધાનમાં પધાર્યા છે, તેમના નામ-ગોત્ર શ્રવણનું પણ મહાન ફળ થાય છે, તો દર્શન અને વંદનનું તો કહેવું જ શું? તેમના એક પણ ધાર્મિકવચનના શ્રવણ માત્રથી મહાફળ પ્રાપ્ત થાય છે, તો તત્ત્વજ્ઞાન સંબંધી વિપુલ અર્થ શીખવાથી મહાફળ પ્રાપ્ત થાય તેનું તો કહેવું જ શું? તેથી આપણે જઈએ અને વંદન-નમસ્કાર કરીએ. આ કાર્ય આપણા માટે આ ભવ, પરભવ અને બંને ભવો માટે કલ્યાણપ્રદ અને શ્રેયસ્કર થશે. જે રીતે દેવાનંદાએ ઋષભદત્તના વચનનો સ્વીકાર કર્યો હતો, તે જ રીતે મગાવતીએ પણ જયંતીબાઈ શ્રાવિકાના વચનનો સ્વીકાર કર્યો.
ત્યારપછી મગાવતી દેવીએ સેવક પુરુષોને બોલાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો! વેગવાન થાવત્ શ્રેષ્ઠ બળદોથી યુક્ત ધાર્મિક રથ તૈયાર કરો અને તૈયાર થઈ જાય તેનું મને સૂચન કરો. સેવક પુરુષોએ આજ્ઞાનું પાલન કરી રથ લાવીને ઉપસ્થિત કર્યો અને મૃગાવતી રાણીને સૂચન કર્યું. | ४ तएणं सा मियावई देवी जयंतीए समणोवासियाए सद्धिं ण्हाया जाव अप्पमहग्घा भरणालंकिय-सरीरा बहूहिं खुज्जाहिं जाव अंतेउराओ णिग्गच्छइ, णिगच्छित्ता जेणेव बाहिरिया उवट्ठाणसाला जेणेव धम्मिए जाणप्पवरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता जाव दुरूढा ।
तएणं सा मियावई देवी जयंतीए समणोवासियाए सद्धिं धम्मियं जाणप्पवर दुरूढा समाणी णियगपरियाल संपरिवुडा जहा उसभदत्तो जाव धम्मियाओ जाणप्पवराओ पच्चोरुहइ । ભાવાર્થ :- ત્યાર પછી મગાવતીદેવી અને જયંતી શ્રાવિકાએ સ્નાનાદિ કરીને શરીરને અલંકૃત કર્યું. પછી અનેક કુબ્બા આદિ અનેક દાસીઓની સાથે કાવત્ અંતઃપુરથી બહાર નીકળી અને જ્યાં બહારની ઉપસ્થાન શાળા હતી, જ્યાં શ્રેષ્ઠ ધાર્મિક રથ હતો ત્યાં આવ્યા. ત્યાં આવીને રથ પર આરુઢ થયા. ત્યાર પછી મૃગાવતી દેવી જયંતિ શ્રાવિકા સાથે ધાર્મિક રથમાં બેસીને પ્રભુના દર્શન કરવા ગયા. તેનું સંપૂર્ણ વર્ણન ઋષભદત્ત પ્રકરણમાં કથિત પોતાના પરિવારથી યુક્ત દેવાનંદા બ્રાહ્મણીના વર્ણન અનુસાર જાણવું. [५ तएणं सा मियावई देवी जयंतीए समणोवासियाए सद्धिं बहूहि खुज्जाहिं