________________
શતક-૧૨: ઉદ્દેશક-૨
૬૫૭
જીવાજીવના જાણકાર શ્રમણોપાસિકા હતા યાવતું ગ્રહણ કરેલા તપ નિયમથી પોતાના આત્માને ભાવિત કરતા રહેતા હતા. અહીં નગરી, ઉદ્યાન, રાજા, રાણીનું વર્ણન અન્ય સૂત્રથી જાણવું. તે કૌશબ્બી નગરીમાં જયંતી શ્રમણોપાસિકા હતી, જે સહસાનીક રાજાનાં પુત્રી, શતાનીક રાજાનાં બેન, ઉદાયન રાજાના ફૈબા અને મૃગાવતી દેવીનાં નણંદ હતા. તે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના વચન શ્રવણની રુચિવાળા, તેમના સાધુઓના પ્રથમ શય્યાતરી હતાં. તે સુકોમળ અને સ્વરૂપવાન તેમજ જીવાજીવ આદિ તત્ત્વોના જાણકાર યાવતું સ્વીકાર કરેલા તપ નિયમથી આત્માને ભાવિત કરતા હતાં.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં જયંતી શ્રમણોપાસિકાથી સંબંધિત ક્ષેત્રનો અને વ્યક્તિઓનો પરિચય આપ્યો છે. પુષ્યનારી :- જયંતીબાઈ શ્રમણોપાસિકા પ્રભુ મહાવીરના સાધુઓને સ્થાન આપવા માટે પ્રસિદ્ધ હતા. જયંતિભાઈ શ્રમણોપાસિકા પાસે સાધુને રહેવા યોગ્ય સ્થાનની વ્યવસ્થા હતી. તેથી જ સંત-સતિજીઓ તે નગરીમાં તેની પાસે સ્થાનની યાચના કરતા હતા અને તે શ્રાવિકા અત્યંત ભક્તિભાવથી સાધુ-સાધ્વીઓને રહેવા માટે સ્થાન આપતા હતા. તેથી પૂર્વ-પ્રસિદ્ધ શય્યાતરી તરીકે તેમની ગણના થતી હતી. જયંતી શ્રમણોપાસિકાનું પ્રભુ દર્શનાર્થે ગમન - २ तेणं कालेणं तेणं समएणं सामी समोसढे जाव परिसा पज्जुवासइ ।
तएणं से उदायणे राया इमीसे कहाए लद्धढे समाणे हट्ठतुढे कोडुबियपुरिसे सद्दावेइ, सद्दावेत्ता एवं वयासी- खिप्पामेव भो देवाणुप्पिया ! कोसंबि णयरिं सभित-बाहिरियं आसित्त-समज्जिओवलित्तं करेत्ता य कारवेत्ता एयमाणत्तियं पच्चपिणह एवं जहा कूणिओ तहेव सव्वं जाव पज्जुवासइ । ભાવાર્થ :- કાલે, તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી ત્યાં પધાર્યા. પરિષદ ધર્મોપદેશ સાંભળવા ગઈ. યાવતું પર્યાપાસના કરવા લાગી,
શ્રમણ ભગવાન મહાવીરના આગમનને સાંભળીને ઉદાયન રાજા હર્ષિત અને સંતુષ્ટ થયા. તેણે સેવક પુરુષોને બોલાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો ! શીધ્ર કૌશામ્બી નગરીની અંદર અને બહાર સફાઈ કરાવો, કરાવીને મને સૂચન કરો. ઇત્યાદિ કોણિક રાજાની સમાન જાણવું જોઈએ યાવતું ભગવાનની પર્યાપાસના કરવા લાગ્યા. | ३ तएणं सा जयंती समणोवासिया इमीसे कहाए लद्धट्ठा समाणी हट्टतुट्ठा जेणेव मियावई देवी तेणेव उवागच्छइ, उवागच्छित्ता मियावइं देवि एवं वयासीएवं जहा णवमसए उसभदत्तो जाव णिस्सेसाए आणुगामियत्ताए भविस्सइ ।