________________
શતક-૧૨: ઉદ્દેશક-૨
૫૯
जहा देवाणंदा जाव वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता उदायणं रायं पुरओ कटु ठिइया चेव पज्जुवासइ । तएणं समणे भगवं महावीरे उदायणस्स रण्णो, मियावईए देवीए जयंतीए समणोवासियाए, तीसे य महइमहालियाए परिसाए धम्म परिकहेइ जाव परिसा पडिगया, उदायणे पडिगए, मियावई देवी वि पडिगया । ભાવાર્થ - ત્યારપછી અનેક કુબ્બારાસીઓથી વીંટળાયેલી તે મૃગાવતીદેવીએ જયંતી શ્રમણોપાસિકા સાથે દેવાનંદાની જેમ પ્રભુ મહાવીરને વંદન નમસ્કાર કર્યા, વંદન નમસ્કાર કરીને, ઉદાયન રાજાને આગળ કરીને, ભગવાનની પર્યાપાસના કરવા લાગી.
ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ ઉદાયન રાજા, મૃગાવતી દેવી, જયંતી શ્રમણોપાસિકા અને વિશાળ પરિષદને ધર્મોપદેશ આપ્યો, પરિષદ પાછી ગઈ. ઉદાયન રાજા અને મૃગાવતી રાણી પણ પાછા ગયા.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ઉદાયન રાજા, મૃગાવતી રાણી તેમજ જયંતીબાઈ શ્રાવિકા વગેરે ભગવાન મહાવીરના દર્શન કરવા ગયા તેનું નિરૂપણ છે.
સલાયાં ય પુરો દુ- ઉદાયન રાજાને આગળ કરીને. ભગવાનના સમવસરણમાં બાર પ્રકારની પરિષદ હોય છે. તેમાં સહુ પોત-પોતાના યોગ્ય સ્થાને બેસે છે. સ્ત્રીઓ સ્ત્રી પરિષદમાં બેસે છે. પરંતુ રાણીઓ પોતાના પરિવાર સહિત રાજાની પાછળ બેસે છે. તેથી મગાવતી રાણી ઉદાયન રાજાની પાછળ બેઠી અને પ્રભુની પર્યાપાસના કરવા લાગી તે પ્રકારનું કથન છે.
' જયંતી શ્રમણોપાસિકાના પ્રશ્નો
ગુરુતા અને લઘુતાનું કારણ:| ६ तएणं सा जयंती समणोवासिया समणस्स भगवओ महावीरस्स अंतियं धम्म सोच्चा णिसम्म हट्टतुट्ठा समणं भगवं महावीरं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी___कह णं भंते ! जीवा गरुयत्तं हव्वमागच्छंति ? जयंती ! पाणाइवाएणं जाव मिच्छादसणसल्लेणं, एवं खलु जीवा गरुयत्तं हव्वमागच्छति । ભાવાર્થ:- પ્રશ્ન- ત્યારપછી જયંતીબાઈ શ્રમણોપાસિકા શ્રમણ ભગવાન મહાવીર પાસેથી ધર્મોપદેશ
લાલા