________________
શતક-૧૨: ઉદ્દેશક-૧
[ ૫૩]
ભાવાર્થ:- પ્રશ્ન- ત્યાર પછી શંખ શ્રમણોપાસકે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન-નમસ્કાર કર્યા. વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે પૂછયું- હે ભગવન્! ક્રોધને વશ થઈને આર્ત બનેલો જીવ, શું બાંધે છે? શું કરે છે? શેનો ચય કરે છે અને શેનો ઉપચય કરે છે?
ઉત્તર- હે શંખ ! ક્રોધને વશ થઈને આર્ત બનેલો જીવ આયુષ્ય કર્મને છોડીને શેષ સાત કર્મોની શિથિલ બંધનથી બાંધેલી પ્રકૃતિઓને દઢ બંધનવાળી કરે છે, ઇત્યાદિ સર્વ (શતક-૧/૧માં કથિત) અસંવૃત્ત અણગારની સમાન જાણવું જોઈએ. વાવતે સંસારમાં પરિભ્રમણ કરે છે.
માનને વશ થઈને આર્ત બનેલા જીવના વિષયમાં પણ આ જ રીતે જાણવું. તેમજ માયા અને લોભને વશ થઈને આર્ત બનેલા જીવના વિષયમાં પણ આ જ રીતે જાણવું જોઈએ, યાવત તે સંસારમાં પરિભ્રમણ કરે છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં કષાયના પરિણામને પ્રગટ કર્યું છે. તેનું રહસ્ય એ છે કે પુષ્કલી આદિ શ્રાવકોને શંખ પ્રતિ કિંચિત્ ક્રોધ ઉત્પન્ન થયો હતો. તેને ઉપશાંત કરવા માટે શંખ શ્રાવકે ભગવાનને ક્રોધાદિ કષાયનું ફળ પૂછયું- ક્રોધાદિ કષાયને વશ થયેલો જીવ શિથિલ બંધને બાંધેલી સાત કર્મ પ્રકૃતિને ગાઢ બંધનવાળી કરે છે, અલ્પકાલીન સ્થિતિને દીર્ઘકાલીન કરે છે. મંદ અનુભાગને તીવ્ર અનુભાગવાળી કરે છે, અલ્પપ્રદેશી પ્રકૃતિને બહુ પ્રદેશી કરે છે અને આયુષ્ય કર્મને કદાચિત્ બાંધે છે, કદાચિત્ બાંધતા નથી, અશાતા વેદનીય કર્મનું વારંવાર ઉપાર્જન કરે છે. અનાદિ અનંત ચાતુર્ગતિક સંસારમાં વારંવાર ભ્રમણ કરે છે. સંક્ષેપમાં ચારે કષાયનું ફળ અનંત સંસાર પરિભ્રમણ છે. શ્રમણોપાસકો દ્વારા શંખ શ્રાવકની ક્ષમાયાચના :१९ तएणं ते समणोवासगा समणस्स भगवओ महावीरस्स अंतियं एयमटुं सोच्चा णिसम्म भीया तत्था तसिया संसारभउव्विग्गा समणं भगवं महावीरं वदति, णमसति, वदित्ता णमसित्ता जेणेव सखे समणोवासए तेणेव उवागच्छति उवागच्छित्ता संखं समणोवासयं वंदति णमंसंति, वंदित्ता णमंसित्ता एयमटुं सम्मं विणएणं भुज्जो भुज्जो खार्मेति । तएणं ते समणोवासगा सेसं जहा आलभियाए जावपडिगया। ભાવાર્થ :- શ્રમણ ભગવાન મહાવીર પાસેથી(ક્રોધાદિ કષાયનું તીવ્ર અને કટુ ફળ) સાંભળીને અને અવધારણ કરીને તે શ્રમણોપાસકો તે જ સમયે(કર્મબંધથી) ભયભીત, ત્રસ્ત, દુઃખિત અને સંસારભયથી ઉદ્વિગ્ન થયા. તેઓએ શ્રમણ ભગવાન મહાવીરને વંદન-નમસ્કાર કર્યા. વંદન નમસ્કાર કરીને, જ્યાં શંખ શ્રમણોપાસક હતા, ત્યાં તેની પાસે આવ્યા. તેઓએ શંખ શ્રમણોપાસકને વંદન-નમસ્કાર (શ્રાવક યોગ્ય વિનય વ્યવહાર) કર્યા અને પછી પોતાના તે અવિનય રૂ૫ અપરાધને માટે વિનયપૂર્વક વારંવાર ક્ષમાયાચના કરવા લાગ્યા.