________________
૫૪ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
ત્યાર પછી તે સર્વ શ્રમણોપાસકોએ ભગવાનને કેટલાક પ્રશ્નો પૂછયા, ઇત્યાદિ સર્વ વર્ણન (શતક-૧૧, ઉ.-૧રમાં કથિત) આલલિકાના શ્રાવકોની સમાન જાણવું. તેઓ પોત-પોતાના ઘેર ગયા.
શંખ શ્રાવકનું ભવિષ્ય - २० भंते ! त्ति भगवं गोयमे समणं भगवं महावीरं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी- पभू णं भंते ! संखे समणोवासए देवाणुप्पियाणं अंतियं मुंडे भवित्ता आगाराओ अणगारियं पव्वइत्तए ? ___ गोयमा ! णो इणढे समढे । एवं जहा इसिभद्दपुत्तस्स जाव सव्व दुक्खाणं સંત દે છે તેવું મતે ! સેવં ભંતે ! | ભાવાર્થ :- પ્રશ્ન– “હે ભગવન્!” આ પ્રમાણે કહીને ગૌતમ સ્વામીએ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન-નમસ્કાર કર્યા, વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે પૂછ્યું- હે ભગવન્! શું શંખ શ્રાવક આપની પાસે પ્રવ્રજ્યા ગ્રહણ કરવામાં સમર્થ છે?
ઉત્તર- હે ગૌતમ ! તેમ શક્ય નથી, શેષ વર્ણન ઋષિભદ્રપુત્ર શ્રમણોપાસકની સમાન કહેવું જોઈએ. યાવત તે સર્વદુઃખોનો અંત કરશે. / હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. ..
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પ્રભુએ શંખ શ્રાવકનું ઉજ્જવળ ભવિષ્ય પ્રગટ કર્યું છે. શંખ શ્રાવક ઋષિભદ્રપુત્ર શ્રમણોપાસકની જેમ અનેક વર્ષોની શ્રાવક પર્યાયનું પાલન કરીને સૌધર્મ દેવલોકમાં દેવ તરીકે જન્મ ધારણ કરશે; ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ ધારણ કરી સિદ્ધ થશે.
છે શતક-૧ર/૧ સંપૂર્ણ