________________
ઉપર |
શ્રી ભગવતી સૂત્ર-૩
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે જાગરિકાના ત્રણ પ્રકાર છે, યથા–બુદ્ધ જાગરિકા, અબુદ્ધ જાગરિકા અને સુદર્શન જાગરિકા?
ઉત્તર- હે ગૌતમ ! જે ઉત્પન્ન થયેલા કેવળજ્ઞાન-દર્શનના ધારક અરિહંત ભગવાન છે, ઇત્યાદિ (શતક-૨/૧ના) સ્કંદક પ્રકરણમાં કહ્યાનુસાર યાવતું સર્વજ્ઞ અને સર્વદર્શી છે તે “બુદ્ધ' છે, તેની પ્રમાદ રહિત અવસ્થાને “બુદ્ધ જાગરિકા' કહે છે.
જે અણગાર ઈર્ષા સમિતિ, ભાષા સમિતિ આદિ પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ સહિત યાવતું ગુપ્ત બ્રહ્મચારી છે, સર્વજ્ઞ ન હોવાના કારણે તેઓ “અબુદ્ધ' (અસર્વજ્ઞ) કહેવાય છે. તેઓની ધર્મ જાગરણાને અબુદ્ધ જાગરિકા' કહે છે.
જે શ્રાવક છે, તે જીવ, અજીવ આદિ તત્ત્વોના જાણકાર યાવતુ સ્વયં સ્વીકારેલા તપકર્મથી આત્માને ભાવિત કરતા વિચરતા હોય છે, તેઓની જાગરણા “સુદખ્ખ અથવા સુદર્શન જાગરિકા” કહેવાય છે. તેથી હે ગૌતમ ત્રણ પ્રકારની જાગરિકા કહી છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ગૌતમ સ્વામીએ ભગવાનને ત્રણ પ્રકારની જાગરિકાનું સ્વરૂપ પૂછ્યું છે. ભગવાને તેના પ્રત્યુત્તરમાં તે સ્પષ્ટ કર્યું છે. બદ્ધ જાગરિકા-કેવળજ્ઞાન-દર્શનરૂપ અવબોધના કારણે જે બુદ્ધ-સર્વજ્ઞ છે. સર્વજ્ઞોની સ્વસ્વભાવાવસ્થાને અહીં બુદ્ધ જાગરિકા કહી છે. અબુદ્ધ જાગરિકા – કેવળજ્ઞાનના અભાવમાં જે બુદ્ધ નથી, સર્વજ્ઞ નથી તે છઘી આત્મ સાધક શ્રમણોની ધર્મ જાગરણાને અહીં અબુદ્ધ જાગરિકા કહી છે. સુદષ્મ જાગરિકા :- જે જીવાજીવાદિ તત્ત્વોના જ્ઞાતા, પુણ્ય-પાપના ફળને સમજનારા સમ્યગુદષ્ટિ શ્રમણોપાસક પૌષધ આદિ સમયે આત્મચિંતન રૂપે જે ધર્મજાગરણ-અનુપ્રેક્ષા કરે છે, તેઓની જાગરણાને સુદખ્ખ-સુદર્શન જાગરિકા કહી છે. १८ तएणं से संखेसमणोवासए समणं भगवंमहावीरं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी- कोहवसट्टे णं भंते ! जीवे किं बंधइ, किं पगरेइ, किं चिणाइ, किं उवचिणाइ?
संखा ! कोहवसट्टेणंजीवे आउयवज्जाओ सत्त कम्मपगडीओ सिढिल-बंधणबद्धाओ एवं जहा पढमसए असंवुडस्स अणगारस्स जाव अणुपरियट्टइ ।
माणवसट्टे वि एवं चेव,एवंमायावसट्टे वि, एवंलोभवसट्टे वि जावअणुपरियट्टइ।