________________
શ્રી ભગવતી સૂત્ર-૩
બે દ્રવ્ય પ્રયોગ પરિણત કહે છે. તેના પણ ભિન્ન ભિન્ન યોગની અપેક્ષાએ અસંયોગી, દ્વિક સંયોગી આદિ અનેક ભંગ થાય છે. આ રીતે ત્રણ, ચાર, પાંચથી સંખ્યાત, અસંખ્યાત કે અનંત દ્રવ્ય પ્રયોગ પરિણત યુગલના પણ યથા શક્ય સંયોગ અને ભંગ થઈ શકે છે. અલ્પબહત્વઃ- સર્વથી થોડા પ્રયોગ પરિણત પુદ્ગલ છે કારણ કે જીવ અને પુદ્ગલનો સંબંધ અલ્પકાલિક છે. તેનાથી મિશ્ર પરિણત પુગલ અનંતગુણા છે. તેનાથી વિસસા પરિણત પુદ્ગલ અનંતગુણા છે. કારણ કે જીવે ગ્રહણ કરેલા પુદ્ગલ કરતાં, નહીં ગ્રહણ કરેલા સહજ રૂપે પરિણત થતાં પુદ્ગલો અનંતગુણા છે.